Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalઆ શહીદ જવાને માત્ર 124 ભારતીય સૈનિકો સાથે મળીને ચીનની મેલી મુરાદ...

આ શહીદ જવાને માત્ર 124 ભારતીય સૈનિકો સાથે મળીને ચીનની મેલી મુરાદ પર ફેરવ્યું હતું પાણી!

દિલ્હીઃ 18 નવેમ્બર, 1962નો ઐતિહાસિક દિવસ છે, જ્યારે દેશના વીર સપૂત મેજર શૈતાન સિંહ ભાટી શહીદ થયા હતાં. શૈતાન સિંહ એ જાબાંઝ હતાં, જેમના નેતૃત્વમાં 120 ભારતીય જવાનોએ 1300 ચીની સૈનિકોને માર્યાં હતાં.

આજથી 57 વર્ષ પહેલાં કંપની કમાન્ડર મેજર શૈતાન સિંહે રેજાંગલાના યુદ્ધમાં માત્ર લદ્દાખને બચાવ્યું જ નહીં પરંતુ ચીનને માત આપીને હંમેશાં માટે પોતાનું નામ ઈતિહાસના પન્નાઓમાં અમર કરી દીધું.

લદ્દાખના ચુશૂલ ઘાટીની જવાબદારી 13 કુમાઉંની એક ટૂકડીની પાસે હતી. 124 જવાનોની આ ટુકડીનું નેતૃત્વ મેજર શૈતાન સિંહ કરતાં હતાં. શૈતાન સિંહની પાસે ઓછા સૈનિકો હતાં પરંતુ તેમનો આત્મવિશ્વાસ અતૂટ હતો. 18 નવેમ્બર, 1962ના દિવસે ચુશુલ ઘાટી પર બરફની ચાદર છવાયેલી હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. ભારતીય જવાનો મજબૂતીથી દેશની બોર્ડરની સુરક્ષા કરતાં હતાં. સવારે ચાર વાગે ચુશુલ ઘાટી પર અચાનક ગોળીબાર તથા તોપોનો અવાજ આવવા લાગ્યો હતો.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના અંદાજે 5000-6000 જવાનોએ હુમલો કર્યો હતો. આ સમયે શૈતાન સિંહે પોતાની સમજણનો પરિચય આપીને પોતાની ટુકડીને સતર્ક કરી હતી. સૈનિકો ઓછા હતાં પંરતુ તેની ચિંતા કર્યાં વગર શૈતાન સિંહે યુદ્ધ શરૂ કર્યું હતું. ચીન સતત ગોળીબારી કરતું હતું પરંતુ ભારતીય સૈનિકો હિંમત હારી નહોતી. ચીન તરફથી સતત ગોળીબાર દરમિયાન શૈતાન સિંહ એક પ્લાટૂનથી બીજી પ્લાટૂનમાં જઈને પોતાના 124 સૈનિકોને પ્રોત્સાહિત કરતાં હતાં. આ સમય દરમિયાન શૈતાન સિંહે પોતાના તમામ જવાનોને ચીન સૈનિકોને ગોળીબારમાં વ્યસ્ત રાખીને બારૂદ પૂરો થાય તેની રાહ જોવાનું કહ્યું. 3 કુમાઉં બટાલિયનના જવાનોએ પણ આમ જ કર્યુ.
જ્યારે ચીની સૈનિકોની પાસે ગોળા-બારૂદ ઓછો થઈ ગયો તો શૈતાન સિંહની ટુકડીએ ચીની સૈનિકો પર હુમલો કર્યો. આ જાંબાઝ ટુકડીએ 1300 ચીની સૈનિકોને મારી નાખ્યા હતાં. જોકે, આ સમયે 114 ભારતીય સૈનિકો પણ શહીદ થયા અને તેમાંથી એક શૈતાન સિંહ પણ હતાં. આ સમય દરમિયાન ભારતીય સૈનિકોની સામે માત્ર ચીનની વિશાળ સૈના જ નહીં પરંતુ વિપરિત ભૌગોલિક પરિસ્થિત તથા બર્ફીલી મૌસમ પણ પડકાર હતો. જોકે, ભારતીય સૈનિકોએ હિંમતથી આનો સામનો કર્યો હતો. 18 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ આ પોસ્ટ પર થયેલા યુદ્ધમાં ભારતીય સૈનિકોની વીરતાની સામે ચીની સેના ડરી ગઈ હતી.
આ રીતે માત્ર 124 સૈનિકોએ સાહસનો પરિચય આપીને ચીનનું લદ્દાખ છીનવવાનું સપનું નેસ્તાનાબૂદ કરી દીધું હતું.
લદ્દાખને બચાવવા માટે રેઝાંગલા પોસ્ટ પર બતાવેલી બહાદુરી માટે ભારત સરકારે કંપની કમાન્ડર મેજર શૈતાન સિંહને પરમવી ચક્રથી સન્માનિત કર્યાં હતાં. આ બટાલિયનના અન્ય 8 જવાનોને પણ વીરચક્ર, ચાર જવાનોને સેના મેડલ તથા એક જવાનને મેન્શન ઈન ડિસ્પેચથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 13 કુમાયુંના કમાન્ડિંગ ઓફિસરને એવીએસએમથી અલકૃંત કરવામાં આવ્યા હતાં.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page