Monday, April 15, 2024
Google search engine
HomeGujarat63 વર્ષનો વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને પ્રેમમાં ફસાવતો, પછી યુવતીઓને સંબંધ રાખવા...

63 વર્ષનો વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને પ્રેમમાં ફસાવતો, પછી યુવતીઓને સંબંધ રાખવા…

સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા સાવધાન થઈ જવાની જરુર છે. જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરાતા તેમાંથી ત્રણ યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા.

આરોપી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલ કરતો
​​જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામના વૃદ્ધ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ ની ટીમને મળી હતી જ્યારે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એક રૂધને ઝડપી પાડ્યો છે અને તેના મોબાઇલમાં અન્ય યુવતીઓના ફોટો અને વીડિયો પણ કબજે કર્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને ફસાવતો હતો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા રસીકલાલ નારણભાઈ વડાલીયાની 63 વર્ષની ઉંમર છે. રસીકલાલે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું. તેના માધ્યમથી પોતાની દીકરીની ઉંમરની યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવતો અને બાદમાં ગમેતેમ કરી યુવતીઓના અશ્લીલ ફોટો અને વીડિયો મેળવી પોતાના મોબાઈલમાં સેવ કરી લેતો હતો.

યુવતી મિત્રતા તોડવાનું કહે તો ફોટો બતાવી બ્લેકમેઈલ કરતો
રસીકલાલ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો. ત્યારબાદ જો યુવતી મિત્રતા તોડવાની વાત કરે તો યુવતીના છુપી રીતે સેવ કરી લીધેલા અશ્લીલ ફોટો મોકલી બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સાયબર ક્રાઈમને ફરિયાદ મળ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી
ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને વૃદ્ધ શખ્સ દ્વારા કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઈને ન્યુડ કોલિંગ કરાવી ફોટોની નકલ રાખી બ્લેકમેલ કરતો હોવાની જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. જે અંગેની સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યા હતા. જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સીદસર ગામનું આવતું હતું. જેથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને સીદસર ગામમાંથી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉ. 63 ને ઝડપી લીધો હતો તેની આઇડેન્ટિફાઈ કરી ધરપકર કરી હતી.

આરોપીના મોબાઈલમાંથી ત્રણ યુવતીઓના ન્યુડ ફોટો મળ્યા
આરોપી રસીકલાલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ તપાસ કરતા તેમાંથી ત્રણ કોલેજિયન યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આરોપી યુવતીઓને ફસાવવા ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો
રસીકલાલ નામનો આરોપી કોલેજિય યુવતીઓને ફસાવવા માટે જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવી રાખ્યું હતું. જેના માધ્યમથી કોલેજ જતી છોકરીઓની આઈડી શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ વીડિયો-ફોટો મંગાવી સેવ કરી તથા સગા સંબંધીને મોકલાવી વાઈરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો.વૃદ્ધ પોતાની દીકરીની ઉંમર જેવડી કોલેજિયન યુવતીઓને ધરાર સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page