Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratપત્તાની બાજીમાં જિંદગીની બાજી સમેટાઈ ગઈ, જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાયો

પત્તાની બાજીમાં જિંદગીની બાજી સમેટાઈ ગઈ, જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાયો

સાતમ-આઠમના તહેવારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં જુગાર ખેલાતો હોય છે. પૈસાની આ રમતમાં એક પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો છે. એક વિચિત્ર અને હચમચાવી દેતા બનાવમાં જુગાર રમતમાં પોલીસની રેડ પડતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક યુવાનને કરંટ લાગતાં તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકના ખીજડિયા ગામે સીમમાં શનિવારે રાંધણ છઠ્ઠની રાત્રે જુગાર રમતો હતો. અંદાજે 10થી વધુ લોકો વચ્ચે જુગારની મહેફિલ ચાલુ હતી અને પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. અચાનક પોલીસની રેડથી નાસભાગ મચી ગઈ હતી.

રાત્રે પોલીસથી બચવા માટે જુગારીઓ આમ તેમ ભાગ્યા હતા. અમુક લોકોને પોલીસ જુગાર સ્થળે દબોચી લીધા હતા, જ્યારે અમુક લોકો ભાગી ગયા હતા. એવી જ રીતે પોલીસથી બચીને 23 વર્ષીય કમલેશ વકાતર નામનો યુવાન ભાગ્યો હતો.

દરમિયાન સીમમાં ભાગતી વખતે ખેતરમાં જંગલી પશુઓથી પાકના રક્ષણ માટે રાખેલા વીજ વાયરને અડી ગયો હતો. જેથી કરંટ લાગતાં કમલેશ ફેંકાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. વિચિત્ર બનાવ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ભરવાડ સમાજના નાની ઉંમરના દીકરાનું મોત છતાં સમગ્ર મેંદરડા તાલુકામાં તેમજ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ છતાં પરિવારજનો અને સમાજનો લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page