Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratઆ બે છોકરાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને લગાડ્યો કરોડોનો ચૂનો

આ બે છોકરાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને લગાડ્યો કરોડોનો ચૂનો

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. નરેશ પટેલની કંપનીના જ બે કર્મચારીઓના કારણે કંપનીને 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલામાં નરેશ પટેલે પોલીસ ફરિચાદ નોંધાવી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને 40 કરોડનુ નુકસાન થયું છે. કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલામાં કંપનીમાં કામ કરતા ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે

ડિઝાઈનના લોગો બદલી કરી છેતરપિંડી

ચિંતન અને ભાવેશ નામના કર્મચારી સામે ફરિયાદ નોધાઇ છે. મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે, બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યાનો છે. કંપનીના અમેરિકા સ્થિત ગ્રાહકોને જ ડિઝાઈન વેચવામાં આવી હતી. જે સમગ્ર મામલે પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

નોંધનીય છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપની આવેલી છે. જેમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ બાનવામાં આવે છે. જેમાં તે કંપનીના કર્મચારીઓએ ડિઝાઈનના લોગો બદલી વેચ્યાની ફરિયાદ નોધાઈ છે.

પાંચેય શખ્સોએ કંપનીની ડિઝાન અને ડ્રોઈંગમમાંથી લોગોને દૂર કરી પોતાની અંગત માલિકી દર્શાવી તેનો અંગત તરીકે ઉપયોગ કર્યો હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે. સમગ્ર મામલે પોલીસે IPC 406, 408, 418, 465, 467, 468, 120 (B), કોપી રાઈટ એક્ટ તેમજ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે આ મામલાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાખવામાં આવ્યો છે. એલસીબીના પીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page