લેડી જર્નાલિસ્ટે આ કારણે માઈક્રોફોન પર ચઢાવ્યો કૉન્ડોમ પછી…..

અમેરિકાના ફ્લોરિડામાં ચક્રવાતી તોફાનમાં ભયંકર તબાહી થઈ છે. તોફાનમાં આવેલ પૂરમાં કિનારા વિસ્તારનાં ઘરો તણાતાં જોવા મળ્યાં. આને અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ખતરનાક તોફાન ગણાય છે. નેશનલ હરીકેન સેન્ટર અનુસાર, ફોર્ટ માયર્સ શહેરના પશ્ચિમમાં કેયો કોસ્ટાના બેરિયર દ્વીપ પર તોફાને દસ્તક દીધી. આ તોફાન દરમિયાન મીડિયાકર્મીઓ પણ 24 કલાક રિપોર્ટિંગ કરી રહ્યા હતા. પરંતુ એક લેડી જર્નાલિસ્ટે પોતાના માઈક્રોફોનને બચાવવા માટે જે પ્રયોગ કર્યો તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

વરસાદથી બચાવવા માઈક્રોફોન પર ચઢાવી દીધો કૉન્ડોમ
ડેલી સ્ટાર વેબસાઈટના રિપોર્ટ અનુસાર NBC ના રિપોર્ટર કાયલા ગૈલેરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તેનું કારણ કાયલાનો ટેલીવિઝન માઈક્રોફોન છે, જેના ઉપયોગથી તે લોકોનું ઈંટરવ્યૂ લેતી જોવા મળી. રિપોર્ટ અનુસાર કાયલાએ વરસાદમાં પોતાના માઈક્રોફોન પર કૉન્ડોમ લગાવી રાખ્યો હતો.

તે ફ્લોરિડા તોફાનને કવર કરવા માટે ત્યાં હતી અને પૂરેપૂરી બહાદૂરીપૂર્વક ઘટનાના સમાચાર લોકો સુધી પહોંચાડી રહી હતી. જોકે શરૂઆતમાં કોઈને ખબર ન પડી. જોકે લોકોને આશ્ચર્ય થવા લાગ્યું કે, શું ખરેખર તેણે માઈક પર કૉન્ડોમ લગાવ્યો છે?

ઈંસ્ટાગ્રામ પર માઈક્રોફોન પર કૉન્ડોમ ચઢાવવાની રીત પણ શેર કરી
જર્નાલિસ્ટે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે, માઈક્રોફોન પર કૉન્ડોમ કેવી રીતે ચઢાવવો. વાસ્તવમાં લોકો આ અંગે તેને પૂછી રહ્યા હતા. ત્યારે કાયલાએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક શોર્ટ વીડિયો બનાવીને પોસ્ટ કરી લોકોને સત્ય જણાવ્યું.

તેમણે આ વીડિયોમાં જણાવ્યું- “સોશિયલ મીડિયામાં ઘણા લોકો મને પૂછે છે કે, મારા માઈક્રોફોન પર શું છે? એટલે હું કહેવા ઈચ્છું છું કે, તમને શું ચાલું લાગે છે? આ માત્ર એક એક કૉન્ડોમ છે. અહીં બહુ વરસાદ પડી રહ્યો છે અને જો માઈક્રોફોનમાં પાણી જતું રહે તો તે ખરાબ થઈ જાય, ત્યારબાદ હું રિપોર્ટિંગ ન કરી શકું. એટલે મારે આમ કરવું પડ્યું. આ એક કૉન્ડોમ છે.”

Similar Posts