Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalકરોડપતિ નીકળ્યો 45 હજારની સેલેરીવાળો રિટાયર્ડ સ્ટોર કિપર, દરોડા પાડતાં જ અધિકારીઓના...

કરોડપતિ નીકળ્યો 45 હજારની સેલેરીવાળો રિટાયર્ડ સ્ટોર કિપર, દરોડા પાડતાં જ અધિકારીઓના ઉડી ગયા હોંશ

લોકાયુક્ત ટીમની કાર્યવાહીમાં આરોગ્ય વિભાગનો નિવૃત સ્ટોર કીપર કરોડપતિ નીકળ્યો હતો. મંગળવારે દિવસભર ચાલેલા ઓપરેશનમાં રૂ. 10 કરોડની સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. લોકાયુક્ત ટીમે ભોપાલ, વિદિશા અને લટેરી સ્થિત સ્થળોએથી 45 લાખ રૂપિયાના દાગીના અને 21 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઇ હતી. રાજગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં સ્ટોર કીપર તરીકે તૈનાત અશફાક અલી 2021માં નિવૃત્ત થયો હતો.

અપ્રમાણસર મિલકતોની ફરિયાદ હતી

લોકાયુક્તને તેમની સામે અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ મળી હતી. ફરિયાદની તપાસ બાદ લોકાયુક્તે ભોપાલમાં અશફાકના બે ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. લોકાયુક્ત ઓપરેશન દરમિયાન ટીમને ભોપાલના ગ્રીન વેલી સ્થિત અશફાક અલીના ઘરેથી ચલણી નોટોથી ભરેલી બેગ મળી આવી હતી. નોટો ગણવા માટે મશીન મંગાવવું પડ્યું. બીજી તરફ ગ્રીન વેલીમાં અશફાક અલીના ઘરની કિંમત 2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

વિદિશા-લટેરીમાં ચાર ઈમારતો

પરિવારના સભ્યોના નામે 16થી વધુ સ્થાવર મિલકતો હોવાની માહિતી બહાર આવી છે. અશફાક અલી, પુત્રો જીશાન અલી, શારિક અલી, પુત્રી હિના કૌસર અને પત્ની રશીદા બીના નામે કરોડો રૂપિયાની સ્થાવર મિલકતો ખરીદવાના કાગળો મળી આવ્યા છે. લોકાયુક્ત ટીમને અશફાક અલીની વિદિશા અને લટેરીમાં ચાર ઈમારતોની માહિતી મળી છે.

આમાં આનંદપુર રોડ પર 14000 ચોરસ ફૂટનું નિર્માણાધીન શોપિંગ કોમ્પ્લેક્સ અને મુસ્તાક મંઝીલ નામની ત્રણ માળની ઇમારત, જમીનના પ્લોટ પર લગભગ 2500 ચોરસ ફૂટનું ઘર સામેલ છે. લોકાયુક્ત ડીએસપી વીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, નિવૃત્ત સ્ટોર કીપર અશફાક ખાનના પ્રારંભિક મૂલ્યાંકનમાં 19 કરોડની સંપત્તિ હોવાની માહિતી મળી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page