Thursday, April 18, 2024
Google search engine
HomeInternationalમુકેશ અંબાણીએ વેચ્યો પોતાનો લક્ઝુરિયસ ફ્લેટ, આટલા કરોડમાં વેચ્યો

મુકેશ અંબાણીએ વેચ્યો પોતાનો લક્ઝુરિયસ ફ્લેટ, આટલા કરોડમાં વેચ્યો

મુકેશ અંબાણીએ તેમની ન્યૂયોર્ક સ્થિત મેનહટનની (Mukesh Ambani Manhattan)રહેણાંક મિલકત વેચી દીધી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ પોતાનો લક્ઝરી ફ્લેટ લગભગ 74.53 કરોડ રૂપિયા એટલે કે 9 મિલિયન ડોલરમાં વેચ્યો છે.

ન્યૂયોર્ક પોસ્ટને મળેલી માહિતી અનુસાર, મુકેશ અંબાણીએ જે ફ્લેટ વેચ્યો છે તે મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની બિલ્ડિંગના ચોથા માળે છે. આ બિલ્ડિંગમાં કુલ 17 માળ છે. ફ્લેટમાં 2 બેડરૂમ અને 3 બાથરૂમ તેમજ શેફનું કિચન છે. આ ફ્લેટની સીલિંગની વાત કરીએ તો તે પણ લગભગ 10 ફૂટ ઉંચી છે.

આ ફ્લેટની તમામ બારીઓ નોઈઝ પ્રૂફ છે. અહીં મુકેશ અંબાણીના પાડોશી હિલેરી સ્વેંક અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ છે. ફ્લેટની સામેનો નજારો એકદમ અદભૂત છે. સામે હડસન નદી દેખાય છે.

જે બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ સ્થિત છે તે 1919 ની છે અને તે પહેલા સુપીરીયર ઈંક ફેક્ટરી તરીકે જાણીતી હતી. આ રિનોવેટેડ રેસિડેન્શિયલ કોન્ડો વર્ષ 2009માં વેચવામાં આવ્યો હતો. યોગ/પિલેટ્સ રૂમ, બાળકો માટે રમવાનો રૂમ, રહેવાસીઓ માટે લાઉન્જ, દ્વારપાલ અને વૉલેટ પાર્કિંગ જેવી સુવિધાઓ આ ફ્લેટ સાથે હતી.

તમને જણાવી દઈએ કે પહેલા આ ફેક્ટરી હતી અને 90 વર્ષ પછી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોબર્ટ એએમ સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલબર્ગ દ્વારા બિલ્ડિંગમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page