Wednesday, April 17, 2024
Google search engine
HomeInternationalકાશ્મીર મુદ્દે ઈમરાન ખાને મદદ માંગતા ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થાની કરી ઓફર

કાશ્મીર મુદ્દે ઈમરાન ખાને મદદ માંગતા ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થાની કરી ઓફર

નવી દિલ્હી: સોમવારે વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની ઓફર પણ કરી હતી.


ટ્રમ્પ સાથે વાતચીત સમયે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાશ્મીર મુદ્દા પર મદદ માગી હતી. આ મુલાકાત પર ભારત સહિત દુનિયાભરમાં લોકોની નજર મંડરાયેલી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી પણ વાતચીત સમયે હાજર રહ્યાં હતા.


ટ્રમ્પે કહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને કહ્યું હતું કે, કાશ્મીર વિવાદ ઉકેલવા માટે તેઓ મદદ કરે અને મધ્યસ્થતા કરશે તો તેમને આનંદ થશે. ઈમરાને કહ્યું હતું કે, ટ્રમ્પ મદદ કરે તો તે સારી વાત છે. જોકે ભારતનાં વિદેશ વિભાગે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહ્યું છે કે, પીએમ મોદીએ મધ્યસ્થતાની કોઈ વાત કહી જ નથી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page