Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalછ છોકરાઓએ ભેગા મળી સાપના અનેક કટકા કર્યા, કારણ જાણીને બધા ચોંકી...

છ છોકરાઓએ ભેગા મળી સાપના અનેક કટકા કર્યા, કારણ જાણીને બધા ચોંકી ગયા

માણસાઈને શર્મશાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. કેટલાક યુવકોએ ફક્ત મજા કરવા માટે એક સાપને પકડ્યો પછી તેના અનેક ટૂકડા કરી નાખ્યા હતા. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કેસ નોંધી તેની શોધખોળ આદરી છે. વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓએ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે.

આ બનાવ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના તુલજાપુર તાલુકાનો છે. અહીંના અંદુર ગામમાં રહેતા 6 યુવકોએ એક સાપ (સ્નેક રેટ)ના અનેક ટૂકડા કર્યા હતા. યુવાનોએ ફક્ત મજા કરવા માટે સાપને કાપીને કટકા કર્યા હતા. વીડિયોના આધારે મુંબઈના પ્લાન્ટ્સ એન્ડ એનમિલ વેલફેર સોસાયટીના સુનીલ સુબ્રમણ્યમે વન અધિકારીને ફરિયાદ નોંધાવી છે.

સુનીલ સુબ્રમણ્યમે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ”મહેરબાની કરીને આ મામલે ગામની મુલાકાત લઈને યુવકોની ઓળખ કરો. જેના ચેહેરા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે, તે પાંચ છોકરાઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ આવશ્યક કાર્યવાહી કરવામાં આવે. તેમજ જે છઠ્ઠો છોકરો વીડિયો બનાવી રહ્યો છે તેના પણ પર ગેરકાનૂની કાર્ય માટે કાર્યવાહી કરવામાં આવે.”

રેટ સ્નેકને ખડૂતોનો દોસ્ત પણ કહેવામાં આવે છે
યુવકોએ જે સાપના ટૂકડા કર્યા હતા તે સ્નેક રેટ જાતનો સાપ હતો, જે બિન ઝેરી હોય છે અને તેને ખેડૂતોનો મિત્ર પણ કહેવામાં આવે છે. કેમ કે તે ઉંદરોને ખાય છે અને ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરે છે. રેટ સ્નેક વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત સંરક્ષિત પ્રજાતિ પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page