Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodહાર્દિક પંડ્યા બીજીવાર નતાશાને પરણ્યો, બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો

હાર્દિક પંડ્યા બીજીવાર નતાશાને પરણ્યો, બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઉદયપુરમાં થયેલા આ લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એકવાર લગ્ન કરી લીધા છે, ખાસ વાત એ છે કે બીજા લગ્ન વખતે પણ તેની દુલ્હન નતાશા જ છે. તેણે નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ હતા.

તે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પરંપરાગત વ્હાઇટ લગ્ન હશે અને જોવા પણ જ મળ્યું છે. બંનેએ પોતાના લગ્નની પસંદગીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં નતાશા સફેદ ગાઉનમાં સુંદર લાગી રહી હતી, જ્યારે હાર્દિક બ્લેક સૂટમાં પોઝ આપતો જોવા મળ્યો હતો. નતાશા સર્બિયાની રહેવાસી છે, તેથી બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા સંમતિ આપી અને ફરી એકવાર એકબીજાની સાથે જીવવાનું અને મરવાનું વચન આપ્યું. ખાસ વાત એ છે કે બંનેના લગ્નમાં તેમના 2 વર્ષના પુત્રએ પણ ભાગ લીધો હતો.

ખરેખરમાં એવા સમાચાર છે કે 2020 માં નતાશા અને હાર્દિકે ખૂબ જ ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. જેમાં ઘરના લોકો જ સામેલ હતા. પરંતુ હવે કોવિડથી સ્થિતિ સુધર્યા બાદ બંનેએ ભવ્ય લગ્નનો પ્લાન બનાવ્યો હતો અને તેના માટે ઉદયપુરની પસંદગી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, બંને 3-4 વર્ષ પહેલા નાઈટ ક્લબમાં મળ્યા હતા અને ત્યાંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. લગ્ન કર્યા પછી હાર્દિકે 2020 માં નતાશાને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ તેમના લગ્નના સમાચાર આવ્યા અને પછી બંનેને એક પુત્રનો જન્મ થયો.

ઉલ્લેખનિય છે કે, બંને 3-4 વર્ષ પહેલા નાઈટ ક્લબમાં મળ્યા હતા અને ત્યાંથી જ તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. લગ્ન કર્યા પછી હાર્દિકે 2020 માં નતાશાને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ તેમના લગ્નના સમાચાર આવ્યા અને પછી બંનેને એક પુત્રનો જન્મ થયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page