Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratગાંધીનગર: રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતની સૌથી મોટી રેસિડેન્ટ બિલ્ડીંગ બનાવશે

ગાંધીનગર: રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતની સૌથી મોટી રેસિડેન્ટ બિલ્ડીંગ બનાવશે

ગાંધીનગર: ગુજરાતમાં પ્રથમ સૌથી ઊંચી રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહી છે. દેશની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં 33 માળનો રેસિડેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ પાછળ લગભઘ 500 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે જેમાં કુલ 474 ફ્લેટ્સ હશે.

શોભા લિમિટેડનાં વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે.સી.શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઈ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આગામી સમયમાં રેસિડેન્ટ માટેની માગને ધ્યાનમાં રાખીને અમે અહીં પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ગિફ્ટ સિટીના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું અનુમાન છે.

33 માળમાં કુલ 474 ફ્લેટ્સ હશે. જેમાં કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1BHK અને 2BHK એપાર્ટમેન્ટ ઓફર કરવામાં આવશે. એમાં વોટર વોલ સાથે 3 માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે જે 8,000 ચોરસ ફીટનાં વિશાળ એરિયાને આવરી લેશે.

આ ઉપરાંત ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જીમ્નેશિય અને ટેનિસ કોર્ટ જેવી સુવિધા મળશે. કંપની ભારતમાં 13 રાજ્યો અને 26 શહેરોમાં કામગીરી ધરાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી કંપનીની હાજરી ન હતી પણ કંપની ગિફ્ટ સીટી પ્રોજેક્ટ સાથે હવે રાજ્યમાં સક્રિય બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page