Thursday, April 18, 2024
Google search engine
HomeNationalજન્મદિવસ પર આ કૂતરાનો રાજા જેવો ઠાઠ, આઠ-આઠ લક્ઝૂરિયસ કારમાં નીકળ્યો ફરવા

જન્મદિવસ પર આ કૂતરાનો રાજા જેવો ઠાઠ, આઠ-આઠ લક્ઝૂરિયસ કારમાં નીકળ્યો ફરવા

ડૉગ લવરની તમે અનેક વાતો સાંભળી હશે, પરંતુ આજે અમે જે લવરની વાત કરવાના છીએ, તેવો પ્રેમ તમે ક્યારેય જોયો નહીં હોય. જોધપુરમાં ડૉગીના જન્મદિવસ પર તેને 2 તોલા સોનાની ચેન પહેરાવવામાં આવી હતી. બર્થડે પાર્ટીમાં અંદાજે 250 લોકો આવ્યા હતા.

જોધપુરના બાગર ચોકમાં રહેતા અભિષેક હંસનો બે વર્ષનો ડૉગ રૉકી (લેબ્રાડોર) છે. અભિષેકનો પરિવાર બાળકની જેમ રૉકીની દેખરેખ રાખે છે. 8 માર્ચે રૉકીનો જન્મદિવસ હતો. પરિવારે ધામધૂમથી બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

પરિવારે ડૉગને સૂટ પહેરાવ્યો હતો અને ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પરિવારે સોનાની ચેન પહેરાવી હતી. કારની ફ્રન્ટ સીટ પર ગોગલ પહેરવાની રૉકીને બેસાડ્યો હતો. અંદાજે 8 લક્ઝૂરિયસ કાર રૉકીની પાર્ટીમાં આવી હતી. અભિષેકના ફાર્મહાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી અને 250 મહેમાનો આવ્યા હતા.

સ્ટ્રીટ ડૉગનું પણ ધ્યાન રાખે છેઃ અભિષેક ફાઇનાન્સનું કામ કરે છે. નાના ભાઈ ઋત્વિક પંડિતે કહ્યું હતું કે પરિવાર ડૉગ લવર છે. સ્ટ્રીટ ડૉગનું પણ ધ્યાન રાખે છે. રૉકી એટલો સમજદાર છે કે ઘરના લોકોની તમામ વાતો માને છે. તેને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે. તે દુકાનથી સામાન પણ લઈ આવે છે. રૉકી ઉપરાંત ઘરમાં જર્મન શેફર્ડ તથા પિટબુલ નામના બે ડૉગ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page