Thursday, April 18, 2024
Google search engine
HomeNationalકોણ છે 'ધ ગ્રેટ ખલી'ની પત્ની? પહેલવાન પત્નીને ઘરમાં જ આપતો રહે...

કોણ છે ‘ધ ગ્રેટ ખલી’ની પત્ની? પહેલવાન પત્નીને ઘરમાં જ આપતો રહે છે આવી આવી સરપ્રાઈઝ

ભારતીય પહેલવાન ‘ધ ગ્રેટ ખલી’ને બધા ઓળખે છે. ખલી ભારતમાં જ નહીં આખા વિશ્વમાં ફેમસ છે. હાલમાં તેણે બીજેપી પાર્ટી જોઈન કરી હતી. આ તકે ખલીના ફેન્સ તેને અભિનંદન પાઠવી રહ્યા છે. તમે ખલી વિશે તો જાણતા હશો પણ શું તેના ફેમિલી વિશે જાણો છો? તમે ક્યારેય તેની પત્નીને જોઈ છે? ખલી અને તેની પત્ની વચ્ચે કેવા સંબંધ છે? આજે અમે તમને ખલી વિશેની આ અજાણી વાતોથી વાકેફ કરાવીશું.

‘ધ ગ્રેટ ખલી’ની પત્નીનું નામ હરમિંદર કૌર રાણા છે, જે જલંધરના નૂરમહલની રહેવાશી છે. ખલી અને હરમિંદરે વર્ષ 2002માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ હરમિંદરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

લગ્ન બાદ ખલીએ રેસલિંગમાં એન્ટ્રી કરી: ખલી અને હરમિંદરની કદ-કાઢીમાં અંતર હોવા છતાં બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. લગ્નના થોડા વર્ષો બાદ ખલીએ રેસલિંગમાં નસીબ અજમાવ્યું હતું. જેમાં તેનો સિતારો ચમક્યો હતો. અને ત્યાર બાદથી આખું વિશ્વ તેને ઓળખવા લાગ્યું હતું.

લગ્નના 12 વર્ષ બાદ દીકરી જન્મી: ખલી અને હરમિંદરના લગ્ન 2002માં થયા હતા અને તેમની દીકરીનો જન્મ 12 વર્ષ બાદ એટલે ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલી અને હરમિંદરની દીકરીનું નામ અવલીન રાણા છે. જે 8 વર્ષની થઈ ચૂકી છે.

દીકરીને પણ બનાવવી છે રેસલર: હિરમિંદર કૌર રાણાના જણાવ્યા મુજબ તે તેની દીકરીને તેના પતિની જેમ રેસલર બનાવવા માગે છે. ખલી ઘણી વખત દીકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કરે છે.

વાઈફને આપે છે સરપ્રાઈઝ: ‘ધ ગ્રેટ ખલી’એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ખૂબ રોમેન્ટિક છે અને તેની પત્નીને ઘરમાં જ સરપ્રાઈઝ આપતો રહે છે. તક મળે ત્યારે પત્ની માટે પાર્ટીઝ પણ પ્લાન કરે છે. ફિલ્મ જોવા જવાની વાત પર ખલીએ જણાવ્યું હતું કે તે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે છે, જેથી તેની ફેમિલીને કોઈ પ્રોબ્લેમ ન આવે, કેમ કે તેને જોઈને લોકો ફોટો ખેંચવા માટે પડાપડી કરવા લાગે છે. .

રોજ 5 કિલો ચિકન ખાઈ જાય છે: ‘ધ ગ્રેટ ખલી’ના ભારે ભરખમ શરીરના કારણે તેના ડાયેટનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કોઈ વિચારી પણ ન શકે એટલો તેનો ખોરાક છે. ખલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે રોજ 5 કિલો ચિકન ખાય જાય છે. આ ઉપરાંત 55 ઈંડા અને 10 લિટર દૂધ તેના ડાયેટમાં સામેલ છે. ચીટ ડે પર તે ઓછામાં ઓછા 60-70 ભટુરે ખાઈ શકે છે. જમવામાં તેને ચિકન કરી અને ઈંડા કરી ખૂબ પસંદ છે. એટલું જ નહીં ખલી જાતે પણ ટેસ્ટી રસોઈ બનાવે છે.

ખલીનું વિશાળ શરીર: ખલીની હાઈટ 7 ઈંચ 1 ફૂટ છે અને તેનું વજન લગભગ 150થી 160 કિલો વચ્ચે છે. તે પગમાં 20 નંબરના જૂતા પહેરે છે. તેના હાથનો પંજો એટલો મોટો છે કે કોઈ નોર્મલ માણસના બે હાથ પણ તેના એક હાથની બરોબરી કરી શકે નહીં. ખલીને કપડાં અને જૂતા બનાવવા માટે અલગથી ઓર્ડર આપવો પડે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page