Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratદાહોદમાં યુવક-યુવતીને જાહેરમાં ટોળાંએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

દાહોદમાં યુવક-યુવતીને જાહેરમાં ટોળાંએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

દાહોદ: દાહોદમાં યુવક-યુવતીને ઢોર માર મરાતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં લોકોનું ટોળું પહેલાં યુવતીને અને ત્યાર બાદ યુવકને માર મારતું જોવા મળી રહ્યું છે. યુવકને દોરડાથી બાંધી અને નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો. દાહોદના આ વીડિયોમાં પ્રેમી યુગલને જાહેર માર મારવામાં આવ્યો છે. ગુજરાતમાં યુવક-યુવતીને જાહેરમાં તાલિબાની સજા આપી હોય તેવું લગી રહ્યું છે.

આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતું દાહોદના આદિવાસી વિસ્તારનો વીડિયો હોય તેમ વાયરલ થયો છે. આદિવાસી વિસ્તારમાં પ્રેમી યુગલોને આ પ્રકારની તાલિબાની સજા આપવામાં આવે છે. ટોળાંએ કાયદો હાથમાં લઈને ઢોર માર માર્યો હતો.

યુવતીને માર માર્યા બાદ તેના ગળામાં ચેઈન અથવા તો મંગળસૂત્ર ઉતારી લેવાયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. યુવતીને કેટલાંક લોકો પકડી રાખે છે અને યુવક ડાંગ વડે તેને ફટકારતો જોવા મળે છે. ત્યાર બાદ યુવકને નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને દંડાથી ફટકારવામાં આવે છે.

વીડિયો મુજબ પ્રથમ યુવતીને ફટકારવામાં આવી હતી. યુવતીને દંડા મારતા તે જાહેરમાં ઊભી રહી શકે તેટલી પણ તાકાત હોતી. આ બંને યુગલ પ્રેમી હોવાની આશંકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page