Thursday, April 18, 2024
Google search engine
HomeAjab Gajabઆંખોને ઠંડક આપશે આ તસવીરો, જ્યારે જોશો કે મુસ્લિમ હોંશે હોંશે કરે...

આંખોને ઠંડક આપશે આ તસવીરો, જ્યારે જોશો કે મુસ્લિમ હોંશે હોંશે કરે છે ગાયની સેવા

ભોપાલઃ દેશમાં ગાયના નામે રાજકારણ રમાઈ રહ્યું છે. આ દરમિયાન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી આંખને ઠંડક આપે તેવી તસવીર સામે આવી છે. ભોપાલની નજીક એક મદરેસા છે, અહીંયા મુસ્લિમ વિદ્યાર્થીઓને માત્ર ઈસ્લામિક તાલીમ જ આપવામાં નથી આવતી પરંતુ અહીંયા ગૌ-શાળા પણ છે. અહીંયા મુસ્લિમ લોકો ગાયની સેવા કરે છે.

મદરેસા છે અલગઃ
ભોપાલની નજીક તૂમડા ગામમાં બનેલી દારુલ ઉલૂમ હુસૈનિયા મદરેસા પહેલી નજરમાં અન્ય મદરેસા જેવી લાગે છે. અહીંયા બાળકોને ઈસ્લામિક તાલીમ આપવામાં આવે છે. જોકે, અન્ય કરતાં આ મદરેસા તદ્દન અલગ છે. અહીંયા એક ગૌ-શાળા બનાવવામાં આવી છે.

દેશભક્તિનો પાઠ ભણાવવામાં આવે છેઃ મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે ગાયની સેવા કરતાં પણ શીખવવામાં આવે છે. અહીંયા 200 છાત્રો ભણે છે. સવારથી લઈ સાંજ સુધી ઈસ્લામિક શિક્ષણની સાથે મોર્ડન એજ્યુકેશન જેમાં હિંદી તથા અંગ્રેજી શીખવવામાં આવે છે. આ ઉપરાંત દેશભક્તિનો પાઠ પણ ભણાવવામાં આવે છે.
ગાયને રોટલી પણ ખવડાવેઃ સવારની શરૂઆત મદરેસામાં અભ્યાસથી થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ એક પછી એક ગૌ-શાળામાં આવે છે અને ગાયોની સેવા કરે છે. આ વિદ્યાર્થીઓ ગાયને રોટલી પણ ખવડાવે છે. આ ઉપરાંત આ ગાયોનું જ દૂધ વિદ્યાર્થીઓને પીવા માટે આપવામાં આવે છે. ગાયોને રોજ સ્નાન કરાવવામાં આવે છે અને પછી જંગલમાં ચરાવવા માટે લઈ જવામાં આવે છે.
25 ગાય-ભેંસોઃ દારુલ ઉલૂમ હુસૈનિયા મદરેસાના સેક્રેટરી સૂફી મુશાહિદ ઉઝ જમાન ખાન ચિશ્તીએ કહ્યું હતું કે મદરેસાના સંસ્થાપકો વર્ષો પહેલાં ગાયો લાવ્યા હતાં અને કહ્યું હતું કે ગાયના ઘી તથા દૂધમાં બીમારીઓ સામે લડવાની તાકત રહેલી છે. ત્યારબાદ એ જ ગાયની નસ્લો અહીંયા ગૌ-શાળામાં છે. અહીંયા અંદાજે 25 ગાય-ભેંસ છે. મુશાહિદે કહ્યું હતું કે બાળકોને અભ્યાસની સાથે સાથે ગૌ-સેવા પણ શીખવવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page