Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodહની સિંહ અને શાલિની તલવારના ડિવોર્સ, 20 વર્ષની મિત્રતા બાદ કર્યાં હતાં...

હની સિંહ અને શાલિની તલવારના ડિવોર્સ, 20 વર્ષની મિત્રતા બાદ કર્યાં હતાં લગ્ન

પોપસ્ટાર યો યો હની સિંહ તથા શાલિની તલવારના ડિવોર્સ થઈ ગયા છે. દિલ્હીની સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટની ફેમિલી કોર્ટે આ કેસની સુનાવણી કરી હતી. હની સિંહે ભરણપોષણ પેટે એક કરોડ રૂપિયાનો ચેક સીલ્ડ કવરમાં શાલિની તલવારને આપ્યો હતો.

1 કરોડ ભરણપોષણ આપ્યું: કોર્ટમાં ગુરુવાર, 8 સપ્ટેમ્બરના રોજ યો યો હની સિંહ તથા શાલિની તલવારની વચ્ચે કાઉન્ટર એલિગેશન બાદ કેસ સેટલ થયો હતો. બંનેની વચ્ચે એક કરોડ રૂપિયાના ભરણપોષણ પર સમાધાન થયું હતું. શાલિનીએ હની સિંહ પાસે 10 કરોડ રૂપિયાનું ભરણપોષણ માગ્યું હતું.

યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. લગ્નના 10 વર્ષ બાદ શાલિનીએ પતિ પર કેસ કર્યો હતો. શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલોન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી.

શાલિનીએ ગંભીર આરોપ લગાવ્યા: હની સિંહની પત્નીએ સિંગર પર ગંભીર આરોપ મૂક્યા હતાં, જેમાં શારીરિક હિંસા, યૌન હિંસા, માનસિક હેરાનગતિ તથા આર્થિક હિંસાનો આરોપ હતો. શાલિનીએ હની સિંહ સહિત સાસુ સસરા તથા નણંદ પર પણ આરોપો મૂક્યા હતાં.


20 વર્ષની મિત્રતા બાદ લગ્ન: હની સિંહ તથા શાલિનીએ 20 વર્ષની મિત્રતા બાદ 2011માં લગ્ન કર્યા હતા. બંનેએ શિખ રીત રિવાજથી દિલ્હીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. જોકે, હની સિંહે ખાસ્સા સમય સુધી લગ્ન છુપાવીને રાખ્યા હતા. 2014માં રિયાલિટી ટીવી શોમાં હની સિંહે પત્ની શાલિનીને ઇન્ટ્રોડ્યૂસ કરી હતી. યો યો હની સિંહ ‘કોકટેલ’ ફિલ્મના ગીત ‘અંગ્રેજી બીટ પર..’થી લોકપ્રિય બન્યો હતો. હની સિંહના પાર્ટી સોંગ્સ ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. હની સિંહનું નામ ‘ખતરો કે ખિલાડી 5’ની સ્પર્ધક ડિઆના ઉપ્પલ સાથે પણ જોડાયું હતું.

શાલિનીના આરોપો બાદ હની સિંહે ગયા વર્ષે 6 ઓગસ્ટના રોજ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે તમામ આરોપોનું ખંડન કર્યું હતું. હની સિંહે કહ્યું હતું કે આ ઘણાં જ દુઃખની વાત છે કે તેના વિરુદ્ધ ખોટાં આરોપો લગાવવામાં આવ્યા છે. આ આરોપોને કારણે તે હેરાન-પરેશાન છે. તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો નિંદનીય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page