Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 125 રન પરાજય આપ્યો

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 125 રન પરાજય આપ્યો

નવી દિલ્હી: વર્લ્ડકપની 34મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રને પરાજય આપ્યો છે. આ હાર સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેમના 7 મેચમાં 1 જીત અને 1 નો રિઝલ્ટ સાથે માત્ર 3 પોઈન્ટ છે. બીજી તરફ ભારતના આ જીત સાથે 6 મેચમાં 11 પોઈન્ટ છે. જ્યારે બાકીની ત્રણમાંથી એક મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારત ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેનાર એક માત્ર ટીમ છે.

269 રનનો પીછો કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 143 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓપનર સુનિલ એમ્બરિસના 31 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. મોહમ્મદ શમીએ ક્રિસ ગેલ અને શાઈ હોપને આઉટ કરીને વિન્ડીઝના બેટિંગ લાઈનઅપની કમર તોડી નાખી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page