પહેલીવાર સામે આવી નવા સંસદ ભવનની અંદરની અફલાતુન તસવીરો

દેશને 2023 સુધીમાં નવું સંસદ ભવન મળી જશે. કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનની અંદરની તસવીરો જાહેર કરી છે. રિપોર્ટસ પ્રમાણે, નવા સંસદ ભવનનું નિર્માણકામ જોરશોરથી ચાલી રહ્યું છે. સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ધાટન બે મહિના બાદ માર્ચ મહિનામાંથી થવાની સંભાવના છે. જો માર્ચમાં નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થશે, તો સંભાવના છે કે, બજેટ સત્રનું બીજૂ સેશન નવી બિલ્ડીંગમાં યોજાશે.

નવા ભવનમાં સંસદ સભ્યો માટે લોન્જ, લાઈબ્રેરી, સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે. ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે જેથી સંસદને પેપર લેસ બનાવવામાં મદદ મળશે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્ય બેસી શકશે. હાલના ભવનમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 245 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે. નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે. તેને સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે. તેના નિર્માણમાં 2000 લોકો પ્રત્યક્ષ રીતે અને 9000 લોકો પરોક્ષ રીતે સામેલ થશે.

નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. તેને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવામાં આવી રહ્યો છે. નવા ભવનમાં મોટો હોલ, એક લાઈબ્રેરી, પાર્કિંગની વ્યવસ્થા અને અન્ય કક્ષ બનાવ્યા છે. હોલ અને બનાવામાં આવેલી ઓફિસ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જિત છે.

નવા સંસદ ભવનની આ તસવીરો ખૂબ જ ખાસ છે. આ તસવીરોને આંધ્ર પ્રદેશ બીજેપીએ શેર કરી છે. તસવીરો જોઈને ખબર પડે છે કે આ સંસદ જૂની સંસદ કરતાં ઘણી મોટી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા સંસદ ભવનમાં 800 સાંસદોની બેઠક ક્ષમતા છે.

મોટી વાત એ છે કે આ વખતે નવા સંસદ ભવનમાં લોકસભાનું માળખું રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. દિવાલ પર ખાસ પ્રકારના શેપ પણ જોવા મળી રહ્યા છે. આ નવું સંસદ ભવન 1200 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવ્યું છે.

લોટસ થીમ- દન નેશનલ ફ્લાવર ડિઝાઈન કરવામાં આવેલા રાજ્યસભા હોલમાં 384 સીટોની ક્ષમતા હશે. સરકારે કહ્યું છે કે, નવી અને હાલની ઈમારત સંસદના સુચારુ કામકાજને સુનિશ્ચિત કરવા માટે એક સાથે મળીને કામ કરશે. નવુ સંસદ ભવન હાલના સંસદ ભવનની બાજૂમાં જ બનાવ્યું છે. નવું સંસદ ભવન એક અત્યાધુનિક સંવૈધાનિક હોલથી સુસજ્જિત છે.

સરકારે કહ્યું કે, નવા ભવનમાં કાર્યાલય નવીનતમ સંચાર ટેકનોલોજીથી લૈસ હશે. સરકારે કહ્યું કે, નવા ભવનમાં નવીનતમ ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમથી લૈસ મોટા કમિટિ રુમ પણ હશે. નવા સંસદ ભવનની બહારથી કંઈક આવું દેખાશે. ઉપર કાંસાનો અશોક સ્તંભ લગાવ્યો છે.નવા સંસદ ભવનની લાઈબ્રેરી કંઈક આવી રીતે દેખાશે.

સરકારે કહ્યું કે, સંસદ ભવનની અંદરનુ નક્કશીકામ અને ડિઝાઈન ક્ષેત્રિય કલા અને શિલ્પની સાથે સાથે આધુનિક ભારતની જીવંતતા અને વિવિધતતાને દર્શાવશે. આપને જણાવી દઈએ કે, સંસદ ભવનની આધારશિલા ડિસેમ્બર 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાખી હતી.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ નવું સંસદ ભવન ચાર માળનું છે જ્યાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન બધું જ છે. આ બિલ્ડિંગ પણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. તેને બનાવવાનું સૌથી મોટું કારણ એ હતું કે આ જૂની સંસદ 95 વર્ષ જૂની છે, આવી સ્થિતિમાં સુરક્ષા અને સારી સુવિધાઓના દૃષ્ટિકોણથી નવું નિર્માણ જરૂરી હતું.

હાલના સંસદ ભવનનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921ના રોજ કરાયો હતો. અંગ્રેજોએ 1927 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરું કર્યું હતું. 6 વર્ષમાં બનેલા સંસદ ભવનના નિર્માણનો ખર્ચ 83 લાખ થયો હતો. 18 જાન્યુઆરી 1927ના રોજ તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ઇરવિને તેનું ઉદઘાટન કર્યું હતું. આ રીતે નવું સંસદ ભવન જૂના સંસદ ભવનની સરખામણીએ ત્રીજા ભાગના સમયમાં તૈયાર થઈ જશે પરંતુ ખર્ચ 1200 ગણો વધુ થશે.

સંસદભવનની ડિઝાઇન તૈયાર કરનાર છે એક ગુજરાતી આર્કિટેક્ટ. દેશ અને દુનિયામાં મહત્ત્વના પ્રોજેક્ટ્સની ડિઝાઇન બનાવનારા અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલે ભારતના નવા સંસદભવન સંબંધિત પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરી છે.

કોણ છે બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

Similar Posts