Wednesday, April 17, 2024
Google search engine
HomeAjab Gajabનસીબ હોય તો આવું! ભેંસે જંગલના રાજા સિંહને આપ્યો બોધપાઠ, કે જિંદગીભર...

નસીબ હોય તો આવું! ભેંસે જંગલના રાજા સિંહને આપ્યો બોધપાઠ, કે જિંદગીભર રાખશે યાદ…!!!

નવી દિલ્હીઃ જંગલનો રાજા સિંહ છે અને એકવાર તે પોતાના શિકારની પાછળ પડી જાય તો તેની આફત આવી જાય છે. જોકે, તમે ક્યારેય એવું સાંભળ્યું કે જોયું છે કે સિંહના પૂરા પરિવારે કોઈ જાનવરનો શિકાર કર્યો હોય અને તે વચ્ચેથી ભાગી જાય. સોશિયલ મીડિયામાં હાલમાં આવો જ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જ્યાં સિંહના પરિવારે ભેંસનો શિકાર તો કર્યો પરંતુ ભેંસ વચ્ચેથી જ ઊઠીને જતી રહી.

આ છે વીડિયોઃ
ભારતીય વન સેવા (IFS)ના અધિકારી પ્રવીણ કાસવાને ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે. અહીંયા એક સિંહ પરિવાર સાથે ભેંસનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સિંહના બાળકો એકબીજા સાથે ઝઘડવા લાગે છે તો સિંહણ તેમાં વ્યસ્ત થઈ જાય છે. તેઓ એ હદે વ્યસ્ત થઈ જાય છે કે સામે શિકાર છે, તે વાત પણ ભૂલી જાય છે કે સામે તેમનો શિકાર છે. તક મળતાં જ ભેંસ ચાલાકીથી ત્યાંથી ભાગી જાય છે.


30 સેકન્ડનો વીડિયોઃ
આ 30 સેકન્ડનો વીડિયો દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કનો છે. જોકે, આ વીડિયો હાલનો છે કે જૂનો, તે ખ્યાલ નથી. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.

અંતે તો આપણે એમ જ કહીશું કે રામ રાખે તેને કોણ ચાખે…!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page