Monday, April 29, 2024
Google search engine
HomeGujaratગુજરાતની એસટી બસમાં યુવકને લેપટોપ લઈને મુસાફરી કરવી મોંઘી પડી, કારણ જાણી...

ગુજરાતની એસટી બસમાં યુવકને લેપટોપ લઈને મુસાફરી કરવી મોંઘી પડી, કારણ જાણી નવાઈ લાગશે

એસટી બસમાં મોડાસાથી અમદાવાદ જઇ રહેલા યુવકોને લેપટોપ સાથે લઇ જવા ભારે પડ્યા હતા. મોડાસાથી અમદાવાદ જતી બસમાં કંડક્ટરે આ યુવક પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું વસૂલવામાં આવ્યું હતું. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવાની ઘટનાએ વિવાદ પેદા કર્યો હતો. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા મારફતે આ સમગ્ર મામલો બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલા કંડક્ટરે બે લેપટોપની ટિકિટ ફાડી

મળતી જાણકારી અનુસાર,, મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે એક યુવક તેના મિત્ર સાથે એસ.ટી. બસમાં અમદાવાદ જઈ રહ્યો હતો. દરમિયાન તેને કામ હોવાથી તેણે ચાલુ બસમાં જ લેપટોપ ખોલ્યું હતું અને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં મહિલા કંડક્ટર આવ્યા અને આ યુવકને લેપટોપ બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ, કામ ચાલતું હોવાથી યુવકે લેપટોપ બંધ નહીં કરતા કંડક્ટરે તેને ટિકિટ લેવા જણાવ્યું હતું. અરવલ્લીના મોડાસાથી અમદાવાદ જઈ રહેલા યુવકને મહિલા બસ કંડકટરે તેની પાસે રહેલા બે લેપટોપની ટિકિટ લેવા માટેની ફરજ પાડી હતી. એક લેપટોપના 44 રૂપિયા લેખે બે લેપટોપના 88 રૂપિયાની ટિકિટ વસૂલ કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામનો વતની યુવક મોડાસામાં બેન્કમાં નોકરી કરે છે. તે બેન્કની પરીક્ષા આપવા માટે શનિવારે સવારે મોડાસાથી એસટી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. આ દરમિયાન તે લેપટોપમાં જરૂરી કામ કરી રહ્યો હતો. ત્યારે મહિલા કંડક્ટરે તેને કહ્યું હતું કે જો તમારે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો તેની ટિકિટ લેવી પડશે. મહિલા કંડક્ટર હોવાથી તેણે કોઈ માથાકૂટ કરી નહીં અને અંતે બે લેપટોપની 88 રૂપિયાની ટિકિટ લીધી હતી. તેમણે જે ટિકિટ આપી તેમાં કોઈ જગ્યાએ લગેજ કે લેપટોપ એવો કોઈ ઉલ્લેખ પણ નહોતો.

આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજરે જણાવ્યું કે, અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ, ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે તેની ટિકિટ આપવાની થતી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page