Tuesday, April 16, 2024
Google search engine
HomeBusinessઆજે શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 600 અને નિફ્ટીમાં 200 પોઈન્ટ સુધીનું...

આજે શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 600 અને નિફ્ટીમાં 200 પોઈન્ટ સુધીનું ગાબડું

મુંબઈ: બજેટ રજૂ થયા બાદ શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારના કારોબારમાં શેર બજારમાં ઝડપી વેચાવલી જોવા મળી રહી છે. બેંક, મેટલ, આઈટી, ફાઇનાન્સ અને ઓટો સહિત તમામ સેક્ટરોમાં ઘટાડાથી કારોબાર દરમિયાન સેન્સેક્સ 664 પોઈન્ટ તૂટીને 38,848.54ના સ્તરે આવી ગયો હતો. બીજી તરફ, નિફ્ટી પણ 209.65 પોઈન્ટ તૂટીને 11,601.50ના સ્તરે પહોંચી ગઈ હતી. બજારમાં વર્ષનો આ સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો છે.

બજેટ રજૂ થયાના દિવસ એટલે કે, 5 જુલાઈએ બજેટમાં બેંકોથી લઈને એનબીએફસી માટે અનેક ઉપાય કરવામાં આવ્યા હતા પરંતુ બજેટના એલાનોથી શેર બજારને નિરાશા થઈ હતી. બજેટ બાદ બજારમાં ભારે વેચાવલી થઈ હતી અને સેન્સેક્સ તથા નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઈના 30 શેરોવાળા મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 394.67 પોઈન્ટના ઘટાડા સાથે 39513.39ના સ્તરે બંધ રહ્યો હતો.

નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, સેબીથી મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગને 25 ટકાથી વધારીને 35 ટકા કરવા કહેવામાં આવ્યું છે. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલની સબસીડીમાં ભાવ વધારો કરવામાં આવતાં શેર માર્કેટમાં ઘટાડો નોંધાયો છે.

પંજાબ નેશનલ બેંક ફ્રોડના માયાજાળમાં ડૂબતી જઈ રહી છે. હવે કંપનીની સાથે 3,805 કરોડની છેતરપિંડી થઈ છે. બીજો મોટો ગોટાળો સામે આવ્યા બાદ બેંકનો શેર સોમવારે પટકાયો છે. સોમવારે બેંકના શેરોમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page