Thursday, April 18, 2024
Google search engine
HomeSportsઆ ખેલાડીઓને ના આવી શરમ, મિત્રના ઘરમાં જ કરી ઐય્યાશી

આ ખેલાડીઓને ના આવી શરમ, મિત્રના ઘરમાં જ કરી ઐય્યાશી

મિત્રતા દુનિયાના સૌથી સુંદર સંબંધોમાંનો એક ગણાય છે, મિત્રતા એક એવો સંબંધ છે, જેમાં અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થાય છે અને ધીરે-ધીરે તેની સાથે આપણી મિત્રતા થાય છે અને મિત્રતા ગાઢ થઈ જાય છે અને આપણે તે મિત્ર માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર થઈ જઈએ છીએ. પરંતુ આ જ મિત્રો મિત્રતાની આડમાં એવું કામ કરે છે, જેનાથી આપણને સંબંધો પરથી વિશ્વાસ ઊડી જાય. બરાબર આ જ પ્રકારનાં કામ ગ્લેમરસની દુનિયામાં પણ થાય છે. જ્યાં ગ્લેમર અને દૌલત હોય છે, લોકો એ જ બાજુ આકર્ષિત થાય છે. તો વાત ખેલ જગતની કરવામાં આવે તો, ગ્લેમર અને ખેલ જગતનો જૂનો સંબંધ છે. વારંવાર ખેલ જગત સાથે સંકળાયેલ ખેલાડીઓની પર્સનલ લાઈફ અંગે ચર્ચાઓ થતી રહે છે. આજે અમે તમને આ લેખમાં આવા પાંચ ખેલાડીઓ વિશે જણાવશું, જેમણે પોતાના મિત્રની માં અને પત્નીને જ પ્રેમ કર્યો છે.

મુરલી વિજય
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર દિનેશ કાર્તિક જબરસ્ત ખેલાડી તરીકે ઓળખાય છે. તો મુરલી વિજય પણ ભારતીય ક્રિકેટ ક્લબના બહુ સારા પ્લેયર તરીકે ઓળખાય છે. મુરલી વિજય મોટાભાગે ટેસ્ટ મેચ રમે છે. મુરલી વિજય અને દિનેશ કાર્તિકની સારી મિત્રતા હતી, પરંતુ આ મિત્રતાની આડમાં મુરલી વિજય દિનેશ કાર્તિકની પત્ની સાથે રંગ રેલિયા કરી રહ્યો હતો. આ અંગે દિનેશ કાર્તિકને ખબર પડી તો તેણે પત્નીને ડિવોર્સ આપી દીધા.

ઉપલ થરંગા
શ્રીલંકાના મહાન બેટ્સમેન અને વિકેટકીપર ઉપલ થરંગા એક જાણીતા ખેલાડી છે, પરંતુ તે પોતાના મિત્ર અને જાણીતા ક્રિકેટ પ્લેયર તિલકરત્ને દિલશાનની પત્ની નીલમ સાથે પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધાં. તો તિલકરત્ને દિલશાને પણ પોતાની બાળપણની મિત્ર સાથે ફરીથી લગ્ન કરી લીધાં.

જૉન ટેરી
ઈંગ્લેન્ડના જાણીતા ફુટબૉલર જૉન ટેરી પણ પોતાના મિત્રના મંગેતરના પ્રેમમાં પડી ચૂક્યો છે. એટલું જ નહીં તેમણે આ પ્રેમ માટે પોતાના મિત્ર વાયને બ્રિજને દગો આપ્યો હતો. ઘણા દિવસો સુધી જૉને પોતાના મિત્રની મંગેતરને ડેટ કરી પરંતુ જેવી આ વાતની જાણ બ્રિજને થઈ, બ્રિજે પોતાની મંગેતરની સાથે-સાથે જૉન સાથે પણ પોતાની મિત્રતા ખતમ કરી નાખી.

એમએ સ્ટાર ડેલોંટે
એમબીએ સ્ટાર ડેલોંટ પોતાના મિત્રની પત્ની કે બહેન નહીં પરંતુ મા સાથે પ્રેમમાં પડ્યા હતા. વાસ્તવમાં, એમબીએ પોતાના મિત્ર જેમ્સ લેબ્રૉયનની માં ગૈલરિયા સાથે સંબંધ બાંધી ચૂક્યા હતા. વર્ષ 2010 દરમિયાન તેમનું આ અફેયર બહુ ચર્ચામાં રહ્યું. જોકે જેમ્સે હંમેશાં આ સમાચારોને ખોટા ગણાવ્યા હતા, પરંતુ પછી વર્ષ 2014 માં ડેલોંટે અને ગૈલરિયાએ પોતાના ફિઝિકલ સંબંધોની વાત સ્વિકારી અને આ ઘટના બહુ ચર્ચામાં રહી હતી.

ટોની પાર્કર
ટોની પાર્કર બાસ્કેટબૉલના જાણીતા ખેલાડીઓમાંના એક છે. તો બ્રેંટ બેરી પણ એક બાસ્કેટબૉલ ખેલાડી છે. ટોની અને બ્રેંટ વચ્ચે બહુ સારી મિત્રતા હતી. તેમની મિત્રતામાં એક સમય એવો પણ હતો, જ્યારે તેઓ બંને એક બીજા વગર રહી શકતા પણ નહોંતા, પરંતુ બહુ જલદી તેમની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. આ દુશ્મનીનું કારણ બની બ્રેંટની પત્ની એલિન. વાસ્તવમાં એલિને ટોની સાથે સંબંધો બાંધ્યા હતા. જ્યારે બ્રેંટને આ અંગે ખબર પડી ત્યારે તેણે એલિનને ડિવોર્સ આપી દીધા. તો જ્યારે ટોનીની પત્નીને આ અંગે ખબર પડી તો તેણે પણ ટોનીને ડિવોર્સ આપી દીધા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page