ગુટખાએ ભારે કરી, બસ રસ્તા પર ઊભેલા ટ્રેલરમાં ઘુસી ગઈ, હચમચાવી દેતો અકસ્માત

એક ખૂબ જ ખતરનાક અકસ્માત બન્યો છે. જેમાં ગુટખા થૂંકવા જતાં બસના ડ્રાઈવરનું બેલેન્સ બગડ્યું હતું અને બસ રોડ પર ઉભેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યાં 5 લોકોને ઈજા પહોંચી હતી. 45 યાત્રિકો ભરેલી બસ અમદાવાદથી ઉપડી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના કોટાના સિમલિયા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે સવારે રોડ એક્સીડન્ટ થયો હતો. એક ખાનગી ટ્રાવેલ બસ અમદાવાદથી કાનપુર જઈ રહી હતી. બસમાં લગભગ 45 સવારીઓ બેઠા હતા. 3 વાગ્યે સિમલિયા નજીક બસ ડ્રાઈવરે ગુટખા થૂંકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને રસ્તા પર ઊભેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ.

દુર્ઘટનામાં એમપીના એક અને યુપીના 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. એક યાત્રીની ઓળખ થઈ નથી. 5 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. દુર્ઘટના પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યાત્રિકોને બસની બહાર કાઢ્યા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. સવારે ગ્રામીણ એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતકમાં બે આ બસના જ ડ્રાઈવર છે, જે બસમાં સુઈ રહ્યાં હતા. જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી. બંનેના ઊંઘમાં જ મોત થઈ ગયા છે.

DSP નેત્રપાલે જણાવ્યું કે 3 વાગ્યે બેલેન્સ બગડવાને કારણે બસ ડ્રાઈવરે આગળ ઊભેલા ટ્રેલરને ટક્કર મારી દીધી હતી. દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

Similar Posts