Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratબોલિવૂડ કે હોલિવૂડ નહીં પણ આ રિંગવાળી બાઈક સુરતીએ બનાવી, તસવીરો જોઈ...

બોલિવૂડ કે હોલિવૂડ નહીં પણ આ રિંગવાળી બાઈક સુરતીએ બનાવી, તસવીરો જોઈ નવાઈ લાગશે

હાલ સુરતના રસ્તાઓ પર એક બાઇક બધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. જે પણ વ્યક્તિ આ બાઇકને જુએ છે તેઓ એવું કહે છે કે આવી બાઇક તો કોઈ બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મોમાં જ હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આ આકર્ષક બાઇક સામાન્ય ગેરેજ ચલાવતા નટુભાઈ પટેલે બનાવી છે. ધોરણ 7 સુધી જ ભણેલા 64 વર્ષીય નટુભાઈ પટેલ કાયમ બાઇક અને કારમાં નીત નવા પ્રયોગો કરતા રહે છે. આ રિંગવાળી બાઇક પણ તેમના પ્રયોગનું જ પરિણામ છે. નટુભાઈ પટેલની આ રિંગ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ રિંગવાળી બાઇક વિશે વધુ માહિતી મેળવવા નટુભાઈનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે નટુભાઈ છેલ્લા 42 વર્ષથી મિકેનિકનું કામ કરી રહ્યા છે. નાનપણથી જ તેમને કંઈક અલગ કરવાનો શોખ હતો અને હવે જઈને તેમનો આ શોખ પૂરો થયો છે. તેમણે દિવસ-રાત મહેનત કરીને આ બાઈક બનાવી છે.

નટુભાઈને આ બાઈક બનાવતા આશરે ચાર મહિનાનો સમય લાગ્યો. ચાર મહિનામાં નટુભાઈએ આ બાઈકની સર્વપ્રથમ ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બનાવ્યા બાદ કબાડી માર્કેટમાંથી થોડો થોડો સામાન લઈને આવ્યા અને પછી તેમણે બાઈકને બનાવવાની શરૂઆત કરી. આ બાઈકને બનાવવા માટે તેમણે નાની લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે લિથિયમ બેટરી એકવાર ચાર્જ કરવાથી 35 કિલોમીટર ચાલે છે. લિથિયમ બેટરીને ચાર્જ કરવામાં આશરે એક કલાકનો સમય જાય છે. એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ચાર્જ થઈ જાય છે નટુભાઈ દ્વારા બનાવવામાં આવેલી આ રિંગ બાઈકને બનાવવામાં આશરે 80થી 90 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

નટુભાઈ જ્યારે આ બાઈક લઈને સુરતના રસ્તા ઉપર નીકળે છે ત્યારે લોકો જિજ્ઞાસા સાથે આ બાઈક અને જુએ છે. નટુભાઈ રસ્તા વચ્ચે જતા હોય ત્યારે લોકો તેમની પાસે આ રિંગ બાઇક રોકાવીને એક વખત રાઉન્ડ પણ લેતા હોય છે અને જ્યારે પણ તેઓ રસ્તા પરથી નીકળે ત્યારે લોકો સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે તેમનો વીડિયો પણ બનાવતા હોય છે. લોકોનો સહયોગ મળતા નટુકાકા પણ ખૂબ જ ખુશ જોવા મળે છે. તેમને તેઓ કોઈ સેલિબ્રિટી છે એવી ફીલિંગ આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page