Monday, April 15, 2024
Google search engine
HomeNationalકપલને મળ્યું રુંવાડા ઉભા કરી દેતું મોત, જોનારા ધ્રુજી ગયા

કપલને મળ્યું રુંવાડા ઉભા કરી દેતું મોત, જોનારા ધ્રુજી ગયા

એક હચમચાવી દેતો કરુણ બનાવ સામે આવ્યો છે. સગાઈ બાદ લગ્નના સપના જોતા કપલનું કરુણ મોત નિપજ્યું હતું. એક કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલાં યુવક-યુવતીનું તત્કાળ મોત થયું હતું. ગેસ કટરથી પતરા કાપીને લાશો બહાર કઢાઈ હતી. કપલના થોડા સમય પછી જ લગ્ન હતા.

આ ઘટના ઉત્તરપ્રદેશના મથુરાના બલદેવ વિસ્તારમાં બની હતી. અકસ્માત એક્સપ્રેસ વે પર માઇલસ્ટોન 135ની આસપાસ સર્જાયો હતો. નોર્થ વેસ્ટ દિલ્હીના આરકે પુરમ સેક્ટર 8માં રહેતો વિશાલ ફિયાન્સી અલકા સાથે આગ્રા જતો હતો. 9 સપ્ટેમ્બરની રાત્રે અંદાજે 12.30 વાગે તેમની કાર આગળ ચાલતા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વિશાલ તથા અલકાનું મોત નીપજ્યું હતું. માહિતી મળતા જ પોલીસ તથા એક્સપ્રેસના કર્મચારીઓ આવ્યા હતા.

પરિવારના સભ્યો સવારે આવ્યાઃ બંનેની લાશ કારમાં ઘણી જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. પોલીસે એક્સપ્રેસ વેની રેસ્ક્યૂ ટીમ સાથે મળીને બંને ડેડબૉડીને બહાર કાઢી હતી. કારમાં આધારકાર્ડ હતું અને તેના પરથી મૃતકોની ઓળખ થઈ શકી હતી. પોલીસે પરિવારને માહિતી આપી હતી. પરિવાર શનિવાર, 10 સપ્ટેમ્બરે સવારે મથુરા આવ્યા હતા.

લગ્નની તૈયારી ચાલતી હતીઃ પરિવરે કહ્યું હતું કે વિશાલ અલકાની સગાઈ થઈ હતી. બંને આવતા વર્ષે 22 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના હતા. બંનેના પેરેન્ટ્સ લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. મોડી રાત્રે જ્યારે અકસ્માતની જાણ થઈ તો પરિવારે આક્રંદ કર્યું હતું. હોસ્પિટલ આવ્યા બાદ મા-બાપના આંસુ સૂકાતા નહોતા.

ગેસ કટકરથી કાપીને લાશ કાઢવામાં આવીઃ માનવામાં આવે છે કે ઓવર સ્પીડિંગને કારણે અકસ્માત થયો હતો. કારના ફુરેચા નીકળઈ ગયા હતા. વિશાલ ને અલકાની લાશને બહાર કાઢવા માટે કારને ગેસ કટકરથી કાપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિવાર બંને લાશો લઈને દિલ્હી ગયા હતા.

તાજમહલ જોવા જતા હતાઃ વિશાલ પોતાની ફિયાન્સીને તાજમહેલ જોવા માટે લઈ જતો હતો. લગ્ન પહેલાં બંને અલગ અલગ જગ્યા પર ફરવા જતા હતા અને આ જ રીતે તેઓ તાજમહેલ જોવા સાથે ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page