Thursday, April 18, 2024
Google search engine
HomeAjab Gajabહદ છે અંધ વિશ્વાસની! ભારત આ રીતે વિશ્વમાં ક્યારેય નંબર વન દેશ...

હદ છે અંધ વિશ્વાસની! ભારત આ રીતે વિશ્વમાં ક્યારેય નંબર વન દેશ બની શકશે ખરા?

ભોપાલઃ આજકાલ ભોપાલના સાતપુડા ટાઈગર રિઝર્વ વિસ્તાર ચર્ચામાં છે. આનું કારણ વાઘ નહીં પરંતુ એક ઝાડ છે. આ ઝાડ અંગે કહેવાય છે કે તેને સ્પર્શ કરવાથી અથવા તેને ગળે લગાવવાથી દુઃખ દૂર થાય છે. લોકો આ વૃક્ષને ચમત્કારિક ઝાડ કહી રહ્યાં છે અને આસપાસના લોકોમાં આ વાત ફેલાઈ ગઈ છે, જેથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યાં છે. પોલીસ માટે આ બાબત માથાનો દુખાવો બની ગઈ છે.

શું છે બનાવ?
ખરી રીતે, એમપીના પિપરિયા શહેરમાં એક મહુડાનું ઝાડ છે. તેના વિશે એમ કહેવાય છે કે ઝાડની અંદર ચમત્કારિક શક્તિઓ છે. અનેક લોકોએ દાવો કર્યો છે કે આ ઝાડને સ્પર્શ કરવાથી બીમારીઓ દૂર થઈ છે. નવરાત્રિ દરમિયાન આ વાત આગની જેમ વાયરલ થઈ હતી. ત્યારબાદથી અહીંયા રોજ હજારો લોકો પૂજા કરવા આવે છે અને ઝાડની પ્રદક્ષિણા ફરે છે.

300 દુકાનો ખુલી ગઈઃ આ દુકાન અંતરિયાળ વિસ્તારમાં છે. જોકે, અહીંયા સતત લોકો આવી રહ્યાં છે. પિપરિયા શહેરથી અહીં સુધી જવાના રસ્તે 300 દુકાનો ખુલી ગઈ છે. અમરવાડાના 60 વર્ષીય વૃદ્ધ પૂના રામ કુનવાહીએ કહ્યું હતું કે તેમને શરીરમાં દુખાવો રહેતો હતો અને ચાલી પણ શકતા નહોતાં. જોકે, ઝાડને ટચ કર્યાં બાદ તેમનો દુખાવો ગાયબ થઈ ગયો.
વિવિધ દાવા કર્યાં પૂના રામ કુનવાહી સહિત અનેક લોકોએ દુખાવા, ગઠિયા વા તથા અંધત્વમાંથી મુક્ત થયાનો દાવો કર્યો છે. તંત્ર માટે હવે આ વાત મુશ્કેલી રૂપ બની ગઈ છે. ભીડને કંટ્રોલમાં કરવી મુસીબત છે. તંત્ર લોકોને ઝાડ આગળથી અટકાવવા માટે પ્રયાસ કરે છે. ગુસ્સે થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 11 પોલીસ ઘાયલ થયા હતાં. ત્યારબાદ અહીંયા 144 કલમ લગાવી દેવામાં આવી છે.
સૂત્રોના મતે, આ ઝાડમાં એવુ કંઈ જ નથી. આ માત્ર અફવા છે. પૂર્વ મુખ્ય સચિવ એસ સી બેહરે કહ્યું હતું કે આ ઝાડમાં કોઈ ચમત્કારિક શક્તિ હોવાનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. આ માત્ર અફવા છે, જે કથિત બાબાઓએ ફેલાવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page