Thursday, April 18, 2024
Google search engine
HomeAjab Gajabપાલતુ કૂતરાને કિસ કરતા હોય તો સાવધાની રાખવી, ઈન્ફેક્શનને કારણે આ મહિલાના...

પાલતુ કૂતરાને કિસ કરતા હોય તો સાવધાની રાખવી, ઈન્ફેક્શનને કારણે આ મહિલાના કાપવા પડ્યાં હાથ-પગ!

ઓહિયોઃ ટ્રોપિકલ જંગલમાં પતિ સાથે વેકેશન મનાવવા ગયેલી ઓહિયોની ડોગ ટ્રેનર મેરી અચાનક બેભાન તઈ ગઈ હતી. પતિ મેત્યુએ ઓહિયાના કેન્ટન સ્થિત ઓલ્ટમેન હોસ્પિટલમાં ફઓન કરીને મદદ માગી હતી. મેરીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. 9 દિવસ બાદ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના હાથ-પગ કાપી નાખવામાં આવ્યા હતાં. મેરીને જર્મન શેફર્ડ જાતિના કૂતરાનું ઈન્ફેક્શન લાગ્યું હતું. તેને બેક્ટેરિયા કેપનોસાઈટોફેગા કેનીમોરસ (બિલાડી તથા કૂતરાઓમાં આ જીવાણું જોવા મળે છે)નો ચેપ લાગ્યો હતો.

કિસ કરતાં ચેપ લાગ્યોઃ
મેરીએ કૂતરાને કિસ કરતાં તેને ચેપ લાગ્યો હતો. મેરીને 11 મેના રોજ દાખલ કરવામાં આવી હતી. તે નવ દિવસ સુધી બેભાન રહી હતી. આ દરમિયાન ડોક્ટર્સે આઠ મોટાં ઓપરેશન કર્યાં હતાં. ડોક્ટર્સે કહ્યું હતું કે મેરીનો જીવ બચાવવા માટે તેના હાથ કાપવા પડ્યાં હતાં.

ચામડીનો રંગ બદલાયોઃ
ચેપી બીમારીઓના એક્સપર્ટ ડોક્ટર માર્ગરેટ કોબના મતે, મેરીને દુર્લભ બીમારી હતી. હોસ્પિટલ આવ્યાં પહેલાં તે બેહોશ હતી. નવ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવી હતી. તેની ચામડીનો રંગ ઝડપથી બદલાઈ ગયો હતો. ચામડી પહેલાં ઘંઉવર્ણી હતી અને પછી તે લાલ થઈ ગઈ હતી. તેને ગેંગરીન થવાની શક્યતા હતી. આ બીમારી સામે ટકવું મુશ્કેલ છે. આખા શરીરની તપાસ કરી, જ્યાં સુધી બીમારીનો ખ્યાલ ના આવ્યો. આ સમયે ચેપ ઝડપથી ફેલાઈ ગયો હતો. મેરીના હાથ-પગ, નાક-કાન સુધી ચેપ ફેલાયો હતો. જોકે, મેરીનો ચહેરો બચી ગયો પરંતુ હાથ-પગને કાપ્યાં સિવાય છૂટકો નહોતો. બ્લડ રિપોર્ટથી ખ્યાલ આવ્યો કે આ બીમારી કૂતરામાંથી આવી છે.

સાવકી દીકરીએ આ વાત કરીઃ
મેરીની સાવકી દીકરી ગિનાએ કહ્યું, તેમના માટે આ ક્ષણ ઘણી જ મુશ્કેલ છે. તેની માતા થોડાં સમય પહેલાં વેકેશન પર હતી અને હવે હાથ-પગ વગરની માત્ર જીવતી લાશ જેવી છે.

પતિએ શું કહ્યું?
પતિ મેથ્યુએ કહ્યું હતું કે તેઓ 11 મેના રોજ વેકેશન પર નીકળ્યાં હતાં. આ ચેપને કારણે થયું. તેમને લાગ્યું કે જંગલમાં કોઈ ઈન્ફેક્શન થયું હશે. જોકે, કૂતરાને કિસ કરવાને કારણે આમ થયું. તેના મિત્રોએ 14 લાખ (20 હજાર ડોલર)ની મદદ કરી અને તેને કારણે મેરીનો જીવ બચી ગયો.

 

જર્મન શેફર્ડ કૂતરા સાથે મેરી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page