Friday, April 19, 2024
Google search engine
HomeRecipeઉપવાસ છે? તો બનાવો નારિયેળના લાડુ, એકદમ સરળ છે રીત

ઉપવાસ છે? તો બનાવો નારિયેળના લાડુ, એકદમ સરળ છે રીત

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ભગવાનને પણ તમારા આરોગ્યનો ખ્યાલ છે, એટલે જ તો પ્રસાદમાં નારિયળ વહેંચાય છે. આજે અમે નારિયેળમાંથી લાડુ કેવી રીતે બનાવાય તે શીખવીશું. નારિયેળના લાડુ ઉપવાસમાં પણ લઈ શકાય છે.

સામગ્રી:
1.5 કપ છીણેલું નારિયળ
3/4 કપ ગોળ (ઓર્ગેનિક કાળો ગોળ વાપરવું વધુ સારું)
1/4 ચમચી ઈલાયચી પાવડર
1/4 કપ પાણી
ઘી કે તેલ (લડ્ડુ વળતા હથેળી પર લગાવવા માટે)

રીત:
1. ગોળને પાણી ગરમ કરી ઓગાળી લો
2. નારિયળને ફૂડ પ્રોસેસરમાં છીણી લો
3. નોનસ્ટિક પર નારિયળની છીણને 5 મિનિટ સુધી શેકી, તેમાં ગોળ વાળુ ગરમ પાણી રેડો
4. જ્યાં સુધી ગોળનું બધું જ પાણી બળી ના જાય ત્યાં સુધી ધીમી થી માધ્યમ આંચ પર મિશ્રણને પકવો
5. જયારે પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી પાવડર નાખી સરસ મિક્સ કરો
6. 5 મિનિટ ઠંડુ પાડવા દો અને હાથને ઘી કે તેલ વાળા કરી નાના-નાના લડ્ડુ વાળો
7. મિશ્રણ વધુ ઠંડુ ના પાડવા દો.
8. આને તમે થાળીમાં ઠારીને પીસ પણ પાડી શકો છો

નોંધઃ ગોળની બદલે તમે કન્ડેન્સ મિલ્ક પણ વાપરી શકો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page