Friday, April 19, 2024
Google search engine
HomeGujaratઆગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી

આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ગુજરામતાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 45થી 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page