Friday, April 19, 2024
Google search engine
HomeGujarat‘કેશ સત્ય, કેશલેસ મિથ્યા’: ડોદરાના DCP મેઘાણીએ પોસ્ટ મૂકી હૈયાવરાળ ઠાલવી

‘કેશ સત્ય, કેશલેસ મિથ્યા’: ડોદરાના DCP મેઘાણીએ પોસ્ટ મૂકી હૈયાવરાળ ઠાલવી

કોરોના કાળમાં મેડીક્લેમના સામાન્ય પ્રજાને અનેક પ્રકારના અનુભવો થયા છે,તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયેલા ડીસીપીને મેડીક્લેમ કંપનીનો વરવો અનુંભવ થતાં તેમણે પણ સોશિયલ મિડીયામાં લખવું પડયું હતું કે કેશ સત્ય કેસલેસ મિથ્યા.

શહેરમાં ઝોન 1માં ડીસીપી તરીકે ફરજ બજાવતાં દિપક મેઘાણી ઉતરાયણના દિવસે જ કોરોનાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે આ દરમિયાન દીપક મેઘાણીને મેડીક્લેમ ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ થયો હતો. સોમવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડીસીપી દીપક મેઘાણીએ ઈન્સ્યોરન્સ કંપની સાથે થયેલો અનુભવની વ્યથા સોશિયલ મિડીયામાં ઠાલવી હતી.

તેમણે સોશિયલ મિડીયામાં લખ્યું હતું કે, કોવિડ પોઝિટિવ આવ્યા બાદ 14 જાન્યુઆરીએ હું એડમીટ થયો હતો અને આજે ડિસ્ચાર્જ થયા બાદ આઈસોલેશનમાં છું. જ્યારે હું હોસ્પિટલના બેડ પર પીડાતો હતો ત્યારે ક્વેરી કરીને મને “કેશ સત્ય, કેશલેસ મિથ્યા” એવું અહેસાસ કરાવવા બદલ હું વીમા કંપનીનો આભાર માનું છું.

ડીસીપીએ સોશિયલ મિડીયામાં મેડીક્લેમ કંપની પ્રત્યે કટાક્ષ કરીલખ્યું હતું કે હું મેડીક્લેમ કંપનીનો આભારી છું કે તેમણે મને મારા હોસ્પિટલના બિછાને હતો ત્યારે જ ક્વેરી કાઢીને મને અનુભવ કરાવ્યો હતો કે કેસ સત્ય કેશલેસ મિથ્યાતેમણે મેડીક્લેમ કંપનીના વર્તાવ પર કટાક્ષ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page