Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodશિલ્પા શેટ્ટીએ પગમાં પગરખાં પહેરીને કરી રહી છે હોળીની પૂજા, વીડિયો વાયરલ

શિલ્પા શેટ્ટીએ પગમાં પગરખાં પહેરીને કરી રહી છે હોળીની પૂજા, વીડિયો વાયરલ

શિલ્પા શેટ્ટી પોતાના ઘરના હોળીકા દહનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના બે સંતાનો વિવાન અને સમિશા, પતિ રાજ કુન્દ્રા અને અન્યો પણ જોવા મળીરહ્યાં છે. આ વીડિયોમાં શિલ્પા પિંન્ક કલરના એથનિક સૂટમાં હાથ જોડીને હોળીના દર્શન કરતી જોવા મળી રહી છે. જ્યારે તેની માતા પતિ રાજ કુન્દ્રા અને બાળકો સાથે ઊભેલા જોવા મળી રહ્યા છે.

પરંતુ સાથેસાથે સોશિયલ મીડિયાના યુઝર્સોની નજરે શિલ્પાની એક ભૂલ પકડી પાડી છે. શિલ્પા પગમાં પગરખાં પહેરીને હોળી પૂજા કરી રહી છે તે સ્પષ્ટ રીત જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાના યુઝર્સોએ શિલ્પા પર ટ્ટીપણીઓ કરી છે.

આ વીડિયો શેર કરતાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લખ્યું છે કે, હોળીકા દહન, આપણે નાની-નાની ચિઠ્ઠીઓ બનાવીએ છીએ, પોતાના દરેક નેગેટિવ વિચારો અને ભાવનાઓને લખીએ છીએ, પછી તેને પ્રેમ અને પ્રકાશના રૃપમાં બ્રહ્માંડથી દૂર જવા દઈએ છીએ. આ એક વિધી અમે દર વરસે હોળીની પૂજા વખતે કરીએ છીએ.

આ તહેવાર અમને વિશ્વાસ અને ભક્તિની સાથે, ભગવાન હંમેશા આપણી રક્ષા કરે છે અને આપણામાંની નકારાત્મકતાને બાળીને રાખ કરી દે છે. તેમજ જીવનના સકારાત્કમકતા અને પ્રેમના રંગો ભરી દે છે. આ હોળી તમારા અને આપણા પ્રિયજનો માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઇને આવે. તમને દરેકને હોળીની શુભકામના.

આ વીડિયો જોયા પછી શિલ્પાને હોળીની પૂજા દરમિયાનજૂતા પહેરેલી જોવા મળી છે. તેમજ ઘણાએ તો તેને વાંસના લાકડા બાળવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયાના યુઝર્સોએ ટીપ્પણી કરતાં શેર કર્યું છે કે, હોળીક દહનની પૂજામાં જૂતા પહેરવામાં આવતા નથી હોતા તેમજ વાંસની લાકડા બાળવામાં આવતા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page