Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodદયાભાભીના ‘સુંદરવીરા’ની પત્ની આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ પાણી ભરે

દયાભાભીના ‘સુંદરવીરા’ની પત્ની આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ પાણી ભરે

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ કેટલાય વર્ષથી દર્શકોનું મનોરંજન પુરુ પાડી રહી છે. જેને લીધે આ સિરિયલે દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. હવે ફેન્સ સિરિયલના એક્ટરની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા ખૂબ જ ઉત્સુક રહે છે. જોકે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિલયની કાસ્ટનું લિસ્ટ ખૂબ જ મોટું છે. આજે અમે તમને દયાબહેન એટલે કે દિશા વાકાણીના ભાઈ સુંદર એટલે કે મયુર વાકાણી વિશે જણાવીએ. મયુર વાકાણી મેરિડ છે અને તેમની પત્ની હીરોઈનને પણ ટક્કર આપે છે.

દયાબેનની ભાઈ
દિશા વાકાણીના સુંદર વીરા એટલે મયૂર વાકાણી રિલ નહીં પણ રિઅલ લાઇફમાં તેમના ભાઈ છે. બંને ભાઈ-બહેનની જોડી જેટલી ટીવી સ્ક્રીન પર હિટ છે એટલી જ ઓફ સ્ક્રીન મયુર વાકાણી અને તેમની પત્નીની જોડી હિટ છે. બંને સાથે ખૂબ જ મસ્ત લાગે છે.

મયુર વાકાણી પત્ની હેમાલી
મયુર વાકાણી પત્નીનું નામ હેમાલી મયુર વાકાણી છે. હેમાલી લાઈમલાઈટથી દૂર રહે છે. હેમાલી હીરોઈનને પણ ટક્કર આપે છે. હેમાલી ખુદને ખૂબ જ મેન્ટેઇન રાખે છે.

બે બાળકોના છે પેરેન્ટ્સ
દિશા વાકાણીના સુંદર વીરા એટલે કે મયુર વાકાણીની પત્ની હેમાલી વાકાણી બે બાળકની મા પણ છે. હિમાલી અને મયુરને એક દીકરો અને એક દીકરી છે.

મયુર વાકાણીની જેમ છે મૂર્તિકાર
મયુર વાકાણીની જેમ તેમની પત્ની પણ કલાકાર છે. મયુર વાકાણી એક મૂર્તિકાર પણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મૂર્તિ બનાવી હતી. તેમની જેમ જ તેમની પત્ની હેમાલી પણ એક મૂર્તિકાર છે. તે પેઇન્ટિંગ અને સ્કેચિંગમાં પણ પતિને પણ ટક્કર આપે છે.

સિરિયલમાં હવે જોવા મળતાં નથી સુંદર વીરા
છેલ્લા કેટલાક દિવસથી મયુર અને હેમાલી કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા હતાં. પણ બંને હવે રિકવર થઈ ગયા છે અને ફિટ છે. હવે સિરિયલમાં મયુર પણ પોતાની બહેન દિશા વાકાણીની જેમ દેખાતા નથી. ફેન્સ બંને ભાઈ-બહેનની જોડીને મિસ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page