Friday, April 19, 2024
Google search engine
HomeNationalએક હાથવાળા ભીખારીની દયા ખાઈને લોકો આપતાં હતા ભીખ, ભાંડો ફૂટ્યો તો...

એક હાથવાળા ભીખારીની દયા ખાઈને લોકો આપતાં હતા ભીખ, ભાંડો ફૂટ્યો તો લોકોએ પકડી લીધું માથું

એક વિચિત્ર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક હાથ કપાઈ ગયેલો ભીખારી રોડ પર ઉભા રહીને ભીખ માગતો હતો. લોકો પણ દયા ખાઈને ભીખારીને ભીખ આપતા હતા. પણ લોકોની આંખો ત્યારે પહોળી થઈ ગઈ, જ્યારે આ ભીખારીની સત્ય હકીકત સામે આવી.

એક ટ્રાફિક પોલીસમેન સુમંત સિંહે આ ભીખારીની ટ્રીક ખુલ્લી પાડી હતી. પહેલા તે એક હાથથી ભીખ માગતો હતો, પણ પોલ ખૂલી ગયા બાદ તે બે હાથ જોડીને પગે લાગી માફી માંગવા માંડ્યો હતો.

આ શોકિંગ મામલો મધ્યપ્રદેશના ઈન્દોર શહેરનો છે. 25 વર્ષનો એક દિવ્યાંગ યુવક ચોક પર ઉભા રહીને ભીખ માંગતો હતો. તેને જોઈને ટ્રાફિક પોલીસવાળાને દયા આવી. ટ્રાફિક પોલીસે વિચાર્યું કે તેને એક હાથ નથી તો નકલી હાથ લગાવી દીઈએ, જેથી બંને હાથે કામ કરી શકે.

ટ્રાફિક પોલીસમેન સુમંત સિંહે જેવો યુવકનો હાથ જોવા માંગ્યો તો ભીખારી ધક્કો મારીને ભાગી ગયો હતો. પોલીસે પીછો કરીને ભીખારી પકડી પાડ્યો તો તેનો ભાંડો ફૂટી ગયો હતો. તે એક હાથથી ભીખ માંગી રહ્યો હતો.

ભીખારીએ લોકોની લાગણી જીતવા અને વધુ ભીખ મળે એ માટે દિવ્યાંગ હોવાનું નાટક કર્યું હતું. તેના બંને હાથ સલામત હતા. તેણે ભીખ માંગવા માટે એક હાથ પોતાના કૂર્તામાં એવી રીતે છૂપાવ્યો તો કે જોનાર લોકોને એવું જ લાગે કે યુવકને એક જ હાથ છે.

પોલીસે કડકાઈ કરી તો ભીખારીએ બીજો હાથ કૂર્તામાંથી બહાર કાઢ્યો હતો. તેણે કપડા અને રબ્બરની મદદથી બીજા હાથ કૂર્તાની અંદર છૂપાવી રાખ્યો હતો.

ભીખારીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે આવી આખી ગેંગ છે. જેઓ દિવ્યાંગ હોવાનું નાટક કરી લોકો પાસેથી ભીખ માંગી રહ્યા છે. બાદમાં આ ભીખારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ આ વીડિયો વાઈરલ થતાં લોકો ચોંકી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page