ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની મેચમાં વધુ પડતી અપીલ કરવાને કારણે 25 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. વિરાટ કોહલીને આઈસીસીએ ધારા 2.1નો દોષી માન્યો હતો. તેણે અફઘાનિસ્તાનના ઈનિંગ્સની 29મી ઓવર દરમિયાન અમ્પાયર અલીમ દાર પાસે જઈને આક્રમક રીતે એલબીડબ્લ્યુ માટે અપીલ કરી હતી.
વિરાટે મેચ રેફરી ક્રિસ બોર્ડ સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેથી આ મામલે આગળ કોઈ કાર્યવાહી થશે નહીં. ભૂલ કબૂલ કરી હોવાથી કોહલીને 25 ટકા દંડનો જ સામનો કરવો પડ્યો હતો. ધારા 2.1ના ઉલ્લંઘન ઉપર 50% મેચ ફીનો સુધી દંડ ભોગવવો પડે છે. આ સાથે જ ખેલાડીને એક ડીમેરિટ પોઈન્ટ મળે છે.
ફિલ્ડ અમ્પ્યાર અલીમ દાર, રિચર્ડ ઈલિંગવર્થ, થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબરો અને ફોર્થ અમ્પાયર માઈકલ ગોફે કોહલીને દોષી માનતા દંડ ફટકાર્યો હતો. મેચ રેફરીએ કોહલીને ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યો હતો. કોહલી પાસે હવે 2 ડીમેરિટ પોઈન્ટ થઈ ગયા છે. તેને 15 જાન્યુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન પણ 1 ડીમેરિટ પોઈન્ટ મળ્યો હતો.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your imagination roam! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?