Friday, May 3, 2024
Google search engine
HomeNationalભારતીય જવાનોએ પાકિસ્તાનના બે જવાનોને ઠાર માર્યા, સફેદ ઝંડો બતાવીને પાકને લેવા...

ભારતીય જવાનોએ પાકિસ્તાનના બે જવાનોને ઠાર માર્યા, સફેદ ઝંડો બતાવીને પાકને લેવા પડ્યા મૃતદેહ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સતત ગોળીબાર કરી રહેલા પાકિસ્તાનના બે સૈનિકોને ભારતીય જવાનોએ ઠાર માર્યા છે. પાકિસ્તાન જવાનો સફેદ ઝંડો બતાવીને આ સૈનિકોના મૃતદેહને લઇ જતું હતું તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પહેલાં પાકિસ્તાને કેટલીય વખત ગોળીબાર કરી પોતાના સૈનિકોના મૃતદેહોને લઇ જવાનો કોશિષ કરી હતી પરંતુ તેના દરેક પ્રયાસને સેનાએ નિષ્ફળ કરી દીધી હતી. મજબૂર થઇને પાકિસ્તાને સેફદ ઝંડો દેખાડવો પડ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના હાજીપુર સેક્ટરનો આ વીડિયો 10/11 સપ્ટેમ્બરની વચ્ચેનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પાકિસ્તાન સૈનિક સફેદ ઝંડો બતાવીને પોતાના સૈનિકોના મૃતદેહને લઇ જઇ રહ્યા છે. આ વીડિયો પુરાવા બાદ હવે પાકિસ્તાન માટે પોતાના સૈનિકોને મર્યાના સમાચારથી મોં ફેરવી લેવું હવે ખૂબ મુશ્કેલ થશે. સેનાની ભાષામાં કહીએ તો સફેદ ઝંડો કાં તો આત્મ સમર્પણ કે યુદ્ધવિરામનું સંકેત માનવામાં આવે છે.


સૂત્રોએ કહ્યું કે, મૃત્યુ પામેલા પાકિસ્તાની સૈનિકોમાં સિપાહી ગુલામ રસૂલ સામેલ છે જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગર વિસ્તારના છે. આ પહેલાં પાકિસ્તાની સૈનિકોએ પોતાના એક પંજાબી મુસ્લિમ સૈનિકનો મૃતદેહ લેવા માટે ગોળીબાર કરી દીધો હતો પરંતુ ત્યાર બાદ તેમણે પોતાનો એક બીજો જવાન ગુમાવો પડ્યો હતો. કેટલીય વખત પ્રયાસ કરવા છતાં પણ પાકિસ્તાની સૈનિક પોતાના મૃતક સૈનિકોના મૃતદેહ પરત લઇ જઇ શક્યું નહતું..

ત્યાર બાદ તેમણે સફેદ ઝંડો દેખાડવો પડ્યો હતો જેથી કરીને મૃતક સૈનિકોના મૃતદેહોને પરત લઇ જઇ શકાય. ભારતીય સેનાએ પણ સફેદ ઝંડો દેખાડ્યા બાદ તેમને આમ કરવા દીધું હતું.

પાકિસ્તાની ગોળીબાર અને જમ્મુ-કાશ્મીરના તાજી સ્થિતિની ભાળ મેળવવા માટે ઉત્તરી સેના કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે તાજેતરમાં કાશ્મીર ઘાટીની મુલાકાત કરી. ચિનાર કૉર્પ્સ કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને ઉત્તર કાશ્મીરની અંદર અને નિયંત્રણ રેખાની મુલાકાત લીધી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. Чим корисні тактичні рюкзаки
    Відмінності від звичайних
    купити рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]купити рюкзак тактичний[/url] .

  2. Воєнторг
    20. Военные амуниция и средства для стрельбы
    тактичні рюкзаки [url=https://voentorgklyp.kiev.ua/ryukzaky-sumky/taktychni-ryukzaky/]тактичні рюкзаки[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page