Friday, May 3, 2024
Google search engine
HomeNationalજીવની પરવા ના કરી, કોરોનાને હરાવ્યો, આ જવાનની શૌર્યગાથા સાંભળીને છાતી થઈ...

જીવની પરવા ના કરી, કોરોનાને હરાવ્યો, આ જવાનની શૌર્યગાથા સાંભળીને છાતી થઈ જશે 56 ઈંચની

નવી દિલ્હીઃ આપણે ઘરમાં ઘણી જ શાંતિથી રહી છીએ, પરંતુ બોર્ડર પર ઊભેલા જવાન પોતાના લોહીથી આ દેશની રક્ષા કરે છે. વરસાદ હોય કે ઠંડી કે પછી ગરમી. તેઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતાની પણ ચિંતા કરતા નથી. આપણાં સૈનિક આપણી આન, બાન અને શાન છે. દેશસેવાથી મોટું કોઈ કામ નથી. અનેક જવાનોએ પોતાનો જીવ આપીને આ દેશની રક્ષા કરી છે. આવા જ એક જાંબાઝ સૈનિક ચેતન ચીતા મીણા છે. તેને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો છે.

લોકો ગોળીઓના નામથી ડરે છે, પરંતુ ચેતન ચીતાએ એક બે નહીં પરંતુ 9 ગોળીઓ પોતાના શરીરમાં ઝીલી હતી. ચેતન મીણા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના કમાન્ડિંગ ઓફિસર છે. કાશ્મીરમાં બાંદીપુરામાં આતંકીઓ સાથે જે ઘર્ષણ થયું તેમાં ચેતન ચીતાએ પોતાના જીવની બાજી લગાવી દીધી હતી. ચેતન મીણાને 9 ગોળીઓ વાગી હતી.

ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરીના રોજ ચેતન મીણા પોતાની ટીમનું નેતૃત્વ કરીને આતંકીઓની શોધમાં હતા. આતંકીઓની શોધખોળમાં તેઓ રાતના 3.30 વાગે નીકળ્યા હતા. આ દરમિયાન કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ સાથે સામનો થયો હતો. ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને ત્રણ આતંકીઓને મારી નાખ્યા હતા. જોકે, એક જવાન શહીદ થયો હતો.

9 ગોળીઓ વાગી છતાંય લડ્યાઃ આતંકીઓએ ભારતીય જવાનો પર અંધાધુધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં ચેતન મીણા ગંભીર રીતે ઘાયલ થયો હતો. કહેવાય છે કે મીણાને 9 ગોળીઓ વાગી હતી. મગજ, ડાબી આંખ, બંને હાથ, પેટ તથા કમરના હિસ્સામાં ગોળીઓ વાગી હતી.

જોકે, ભારત માતાને બચાવવા ચેતન મીણાએ પોતાના જીવની પરવા ના કરી અને આતંકીઓ પર 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 2 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આતંકીઓ સાથેની લડાઈમાં ચેતન મીણાની એક આંખને નુકસાન થયું હતું. તે આજે પણ દેશને સમર્પિત છે. 45 વર્ષની ઉંમરમાં ચેતન મીણાને કોરોના થયો હતો. જોકે, કોરોનાને હરાવીને તે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. Найліпший вибір для пригодницького духу
    Збереження безпеки
    тактичний рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний рюкзак[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page