Friday, April 19, 2024
Google search engine
HomeSportsપહેલી મેચમાં જ ફેમસ થઈ 'મિસ્ટ્રી ગર્લ', લોકો મેચ પડતી મૂકી સુંદરીને...

પહેલી મેચમાં જ ફેમસ થઈ ‘મિસ્ટ્રી ગર્લ’, લોકો મેચ પડતી મૂકી સુંદરીને જોવા લાગ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાઈ હતી. આઈપીએલ એવી વસ્તુ છે જ્યાં ઘણાં ચાહકો ટીવી સ્ક્રીન પર અમુક સેકન્ડ દેખાયા બાદ પણ તે ફેમસ થઈ જાય છે. પહેલી જ મેચમાં કંઈક આવું જ થયું. આઈપીએલની પહેલી જ મેચમાં એક સુંદર યુવતી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સની જ્યારે બેટિંગ ચાલતી હતી ત્યારે સમયે ટીવી સ્ક્રીન પર એક સુંદર મિસ્ટ્રી ગર્લ (IPL 2022 Mystery Girl) જોવા મળી હતી. તે સમયે ચેન્નઈનો સ્કોર 52 રન પર ચાર વિકેટ હતો ત્યારે આ સુંદર મિસ્ટ્રી ગર્લની તસવીર વાયરલ થઈ હતી. જોત જોતામાં ટ્વીટર પર અનેક મિમ્સ બનવા લાગ્યા હતાં.

એટલું જ નહીં ટ્વિટર પર યૂઝર્સે આના માટે કેમેરામેનને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધો હતો. ઘણાં લોકોએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, કેમેરામેન મેચ શરૂ થતાંની સાથે જ પોતાના કામે લાગી જાય છે. જોકે દર વર્ષે આઈપીએલમાં આવું થયા કરે છે જ્યારે ચાહકો આ રીતે ફેમસ થઈ જાય છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પહેલી બેટિંગ લીધી હતી અને ફક્ત 131નો જ સ્કોર બનાવી શકી હતી. કોલકત્તાની સામે ચેન્નઈની 61 રન પર જ પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ 50 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી ત્યાર બાદ ટીમનો સ્કોર 131 સુધી પહોંચ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page