Friday, April 19, 2024
Google search engine
HomeNationalમહેમાનોની હાજરીમાં તોફાન કરનાર મુકેશ-અનિલને ધીરૂભાઈએ આપી હતી આ આકરી સજા

મહેમાનોની હાજરીમાં તોફાન કરનાર મુકેશ-અનિલને ધીરૂભાઈએ આપી હતી આ આકરી સજા

મુંબઈઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ઘણા લો પ્રોફાઈલ અને ફોક્સડ મનાય છે. તેઓ પોતાના કામ પ્રત્યે જવાબદાર રહેવા માટે પિતા ધીરુભાઈ અંબાણીથી પ્રેરિત છે. એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે પિતાને પ્રથમ હાર્ટ અટેક આવ્યો હતો ત્યારે સંપૂર્ણ પરિવાર ડરી ગયો હતો. મુકેશ અંબાણીએ જણાવ્યું અનુસાર, ‘16 ફેબ્રુઆરી 1986 તારીખ હતી, હું અને પિતા બેસીને મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમણે દુખાવાની ફરિયાદ કરી હતી. આ તેમને પ્રથમ હાર્ટઅટેક હતો. હોસ્પિટલ લઈ જતા પહેલા તેઓ બેભાન થઈ ગયા હતા.’

પિતા સાથે પસાર કરેલી ક્ષણો વિશે જણાવતા ભાવુક થયેલા મુકેશ અંબાણીએ જણાવ્યું કે,‘અમે પિતાને ડૉક્ટર પાસે લઈને પહોંચ્યા તો તેમણે જણાવ્યું કે આગામી 24 કલાક પિતા માટે ઘણા ક્રિટિકલ છે. ચિંતામાં ડૂબેલો સંપૂર્ણ પરિવાર હોસ્પિટલમાં રહ્યો. પિતા ભાનમાં આવ્યા ત્યારે સદભાગ્ય રીતે હું જ ત્યાં હાજર હતો. પિતાએ આંખો ખોલતા જ મને કહ્યું કે- ચિંતા ના કર, હું બધુ સંભાળી લઈશ.’

મુકેશ અંબાણીએ જણાવ્યું કે,‘ધીરુભાઈ એક બહાદુર વ્યક્તિ હતા. આવી બીમારીનો સામનો કરનાર વ્યક્તિ સામાન્ય રીતે એવો સવાલ કરે છે કે- મને શું થયું હતું? પરંતુ તેમણે એવું કહ્યું કે તું ચિંતા ના કર. તેમની આ જ તાકાત મને આજે પણ આગળ વધવા પ્રેરણા આપે છે.’

પિતાના સ્વભાવ અંગે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે,‘હું અને અનિલ, બાળપણમાં ઘણા મસ્તીખોર હતો. હું 10 વર્ષનો હતો ત્યારે અમારા ઘરે અમુક મેહમાન આવવાના હતા. મેહમાનો માટે ખાસ તૈયારીઓ ચાલી રહી હતી. સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવ્યા હતા. મહેમાન આવે તે પહેલા જ મે અને અનિલે ઘણી વાનગીઓ આરોગી લીધી. જ્યારે મેહમાન આવ્યા તો તેમની સામે પણ અમે ઘણી મસ્તી કરી હતી. પિતા આ બધુ જોતા રહ્યાં અને મેહમાનોની સામે અમને પ્રેમથી સમજાવતા રહ્યાં. જોકે અમે બંને પોતાની ધૂનમાં જ મસ્ત રહ્યાં હતા.

જોકે આ ઘટનાની સજા મને અને અનિલને બીજા દિવસે મળી. પિતાએ બંને દીકરાઓને આખો દિવસ ગેરેજમાં બંધ કરવાની સજા સંભળાવી હતી. માતાએ પિતાને મનાવવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ પિતાના આદેશ સામે કોઈની એક ના ચાલી અને ગેરેજમાં અમને ખાવા માટે માત્ર રોટલી અને પાણી જ મોકલવાનું કહ્યું. આ સજાથી અમને વસ્તુનું મહત્ત્વ સમજાયું અને પછી અમારી અંદર ગંભીરતા આવવા લાગી. અમારી અંદર વસ્તુઓ પ્રત્યેની લાગણી વધતી ગઈ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page