ભાવનગર: હૈદરાબાદ ગેંગરેપનાં ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. જ્યાં આરોપીઓએ યુવતી પર દુષ્કર્મ આચરીને સળગાવી નાખી હતી એ જ જગ્યાએ પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હૈદરાબાદ પોલીસના ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ યુવતીઓ અને મહિલાઓ હૈદરાબાદ પોલીસના કામના વખાણ કરી રહી છે. આ સમગ્ર ઘટનાથી પ્રભાવિત થઈને ગુજરાતના એક ઉદ્યોગપતિએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને હૈદરાબાદ પોલીસને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
ભાવનગરના મહુવાના ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં ગેંગેરપના આરોપીને પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવતાં હૈદરાબાદ પોલીસ વેલ્ફેરમાં મહુવાના રાજભા નામક ઉદ્યોગપતિએ 1 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. રોકડ રકમને સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને મોકલવામાં આવશે તેવું તેવું જણાવ્યું હતું.
હૈદરાબાદ ગેંગરેપ કેસમાં પોલીસને મળેલી સફળતા અને પોલીસનો હોંસલો વધે તે માટે મહુવાના ઉદ્યોગપતિ રાજભાની દાતારી સામે આવી છે. રાજભાની આ પહેલથી મહુવાના લોકો સહિત ગુજરાતના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને મહુવાની જનતા તેમના આ કાર્યને આવકારી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં હૈદરાબાદ પોલીસની કામગીરીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતનાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓને પોલીસે આપેલી સજાનું સૌ કોઈ સ્વાગત કરી રહ્યા છે.
Обзор популярних моделей
Якість і зручність
тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки[/url] .