Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં ડેટિંગ એપ દ્વારા યુવતીને હોટલમાં મળવા બોલાવી પછી જે કાંડ થયો...

અમદાવાદમાં ડેટિંગ એપ દ્વારા યુવતીને હોટલમાં મળવા બોલાવી પછી જે કાંડ થયો એ જાણી ચોંકી જશો

અમદાવાદના વેજલપુરમાં એક યુવકને ડેટિંપ એપ મારફતે સંપર્કમાં આવેલી યુવતીને હોટલમાં મળવા જવાનું ભારે પડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, દિલ્હીથી આવેલા એન્જિનિયર યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. આ ડેટિંગ એપ પર તેનો સંપર્ક મીરા નામની ટ્રાન્સજેન્ડર મહિલા સાથે થયો હતો. બાદમાં મીરાએ તેને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં મીરા અને તેની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર સનાએ દિલ્હીના યુવક સાથે 9,000 ની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું.

શરીર સુખ માણવા હોટલમાં બોલાવ્યો

ટ્રાન્સજેન્ડર મહિલા મીરાએ દિલ્હીના યુવકને એલિસબ્રિજ ખાતે આવેલી એપેક્સ હોટલમાં મળવા બોલાવ્યો હતો. બાદમાં તેની સાથે લૂંટ ચલાવી હતી. પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરાર છે. ટ્રાન્સજેન્ડર મહિલા સના અને અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરા અલગ અલગ શહેરોમાં ફરી યુવકોને શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપતા હતા

બંન્ને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના રહેવાસી

એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી ટ્રાન્સ જેન્ડર મહિલા સનાની ધરપકડ કરતા તમામ વાતનો ખુલાસો થયો હતો. ઝડપાયેલ આરોપી અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા અને ડેટિંગ એપ્લિકેશન થકી યુવકોનો સંપર્ક કરતા હતા. સાથે જ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા. જોકે બદનામીના ડરે યુવકો ફરિયાદ ન કરતા જેથી આરોપીઓની હિંમત વધતી હતી. ઝડપાયેલ મહિલા ટ્રાન્સજેન્ડરના મોબાઈલની તપાસ કરતા બંને મહિલાઓ ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં બંને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારની રહેવાસી છે. અને ઘણા લાંબા સમયથી યુવતી હોવાની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ કરતી હતી.

એલિસબ્રિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જ્યારે બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર પહોંચી હતી. ત્યાં પણ તેઓએ કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે તે અંગે પણ એફઆઇઆર માં કલમોનો ઉમેરો કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page