Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalજાહેરમાં બસમાં યુવતી સાથે યુવક કરવા લાગ્યો હસ્તમૈથુન, પછી જે થયું એ...

જાહેરમાં બસમાં યુવતી સાથે યુવક કરવા લાગ્યો હસ્તમૈથુન, પછી જે થયું એ…

એક હચમચાવી દેતો અને વિકૃત્તિની હદ પાર કરતાં કિસ્સો સામે આવ્યો છે. જાહેર બસમાં એક વિકૃત યુવકે યુવતીને જોઈને શરમજનક હરકત કરી હતી. યુવકે પેન્ટમાંથી પ્રાઈવેટ પાર્ટ બહાર કાઢી યુવતી સામે જ હસ્તમૈથુન કરવાનું શરું કરી દીધું હતું. આ ઘટના બહાર આવતા જ બધા હચમચી ગયા છે.

આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારની છે. અહીંની સરકારી ડીટીસી બસમાં એક યુવતીએ એક વ્યક્તિ સામે હસ્તમૈથુન કરવાનો આરોપ મૂક્યો છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ વીડિયો મુજબ આરોપી યુવકે મંગળવારે ડીટીસી બસમાં કથિત રીતે હૈસ્તમેથુન કર્યું હતું. યુવતીએ પણ હિંમત દેખાડી તાત્કાલિક બસમાં રહેલું એલાર્મ વગાડ્યું હતું આ પછી બસમાં તૈનાત માર્શલે આવીને તેને પકડી પાડ્યો હતો.

માર્શલે પકડી પાડતાં આરોપી ભૂલનું ભાન થયું હતું. પછી તે રાડો પાડી પાડીને રડવા લાગ્યો હતો અને પોતાને છોડી દેવાની વિનંતી કરવા લાગ્યો હતો. માર્શલે વીડિયોમાં જણાવ્યું હતું કે આને હવે પોલીસને સોંપી દેવામાં આવશે. આરોપી બિહારનો વતની હોવાનું કહેવાઈ રહ્યું છે.

બીજી તરફ ઘટનાની જાણકારી મળતાં જ નોર્થ રોહિણી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી કમિશ્નર સુમનના નેતૃત્વમાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે હજી સુધી પીડિતાએ કોઈ ફરિયાદ કરી નથી. આ અંગે યુવતીનો સંપર્ક કરી તેનો ફરિયાદ નોંધાવવા કહ્યું હતું પણ તેને ઈનકાર કરી લીધો હતો. પોલીસે કહ્યું કે ભવિષ્યમાં આ ઘટના સંદર્ભે કોઈ ફરિયાદ મળળે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page