Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratસુરત: પોલીસે ટ્રક ચાલકને 5000 રૂપિયાનો મેમો આપ્યો અને થોડીવારમાં જ કેમ...

સુરત: પોલીસે ટ્રક ચાલકને 5000 રૂપિયાનો મેમો આપ્યો અને થોડીવારમાં જ કેમ પરત કર્યો? જાણો કારણ

સુરતઃ ટ્રાફિકના નવા નિયમો સોમવારથી સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ ગયો છે. પહેલા દિવસે સોશિયલ મીડિયામાં સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલો 5,000 રૂપિયાનો મેમોની તસવીર વાયરલ થઈ હતી. પોલીસે ભૂલથી આપેલો આ મેમોને સુરત પોલીસે રદ્દ કરી ટેમ્પો ચાલકને રૂપિયા પરત કર્યાં છે. મેમો રદ્દ કરવાનું પાછળનું કારણ સામે આવ્યું હતું જેમાં ફિટનેસ સર્ટીફિકેટ મુદ્દે ટ્રાફિક પોલીસ દંડ વસૂલી શકતી નથી. આ દંડ વસૂલવાની જવાબદારી માત્ર આરટીઓની જ છે.

નવા નિયમો લાગુ થયા બાદ સવારે 11:30 વાગ્યાની આસપાસ સુરત પોલીસે સહારા દરવાજા પાસે એક આયસર ટેમ્પો ચાલકને રોક્યો હતો. તેની પાસે જરૂરી દસ્તાવોની ચકાસણી કરી હતી જોકે તે દરમિયાન તેની પાસે ફિટનેસ સર્ટીફિકેટ ન હોવાથી પોલીસે 5,000 રૂપિયાનો મેમો આપીને દંડ વસૂલ્યો હતો. જોકે આ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ઉચ્ચઅધિકારીઓનું ધ્યાન જતાં તેમને ટ્રાફિક પોલીસની ભૂલ સુધારતા ટેમ્પો ચાલકને દંડ પરત કરવા માટે બોલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે ટેમ્પો ચાલકને પરત બોલાવ્યો હતો તે સમયે પહેલા તો તે આવવા તૈયાર નહોતો. જોકે તેને જાણ સમજાવતાં તે પોલીસ કમિશનર કચેરી આવ્યો હતો અને દંડના પૈસા પરત કરવામાં આવ્યા હતાં. ટેમ્પોનું ફિટનેસ સર્ટી ન હોવાથી પોલીસે આરટીઓ મેમો અથવા કોર્ટ મેમો આપવાનું નક્કી કર્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I engaged on this online casino site and won a significant sum of money, but later, my mother fell sick, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to this casino site. I plead for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page