Saturday, April 20, 2024
Google search engine
HomeNationalસ્પીડમાં આવતી કાર પ્લેનના પૈડામાં આવીને ઘુસી ગઈ, લોકોના શ્વાસ થંભી ગયા

સ્પીડમાં આવતી કાર પ્લેનના પૈડામાં આવીને ઘુસી ગઈ, લોકોના શ્વાસ થંભી ગયા

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં ઈન્ડિગોની ફ્લાઈટની સામે કાર આવી ગઈ હતી. ફ્લાઈટના પૈડાની નીચે આવીને રોકાયેલી કાર ગો ફર્સ્ટ કંપનીની હતી.

ઈન્ડિગોનું પ્લેન 6E2002 દિલ્હીથી પટના જવા માટે તૈયાર હતું. ઘણા પેસેન્જર પ્લેનમાં સવાર હતા અને કેટલાક તેમાં ચઢી રહ્યાં હતા. આ દરમિયાન એક કાર ખૂબ જ ઝડપથી આવી અને પ્લેનના પૈડાની નીચે ઉભી રહી ગઈ. તેને જોતા અફરાતફરી સર્જાઈ હતી.

સુરક્ષા કર્મચારી ત્યાં પહોંચ્યા અને ડ્રાઈવરને પકડી લીધો હતો. તાત્કાલિક કારને પ્લેનની નીચેથી હટાવવામાં આવી અને રાઈટ ટાઈમ પર ફ્લાઈટને રવાના કરવામાં આવી. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે પ્લેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવામાં આવ્યો
સુરક્ષા કર્મચારીઓએ કાર ડ્રાઈવરની ધરપકડ કરી તેનો આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એરપોર્ટ અને સુરક્ષા અધિકારી કાર ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યાં છે.

એરપોર્ટ પર જ્યાં વિમાન ઉભું હતું, ત્યાં સુધી કોઈને પણ કારને લઈ જવાની પરવાનગી નહોતી. આ ડ્રાઈવર કારને પ્લેનની નજીક શાં માટે લઈ ગયો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page