Sunday, April 21, 2024
Google search engine
HomeBollywoodહાર્દિક પંડ્યાની પત્ની પહેલાં કરતાં લાગે છે એકદમ હોટ, આ રીતે ઘટાડ્યું...

હાર્દિક પંડ્યાની પત્ની પહેલાં કરતાં લાગે છે એકદમ હોટ, આ રીતે ઘટાડ્યું વજન

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચ બહુ જ સ્લિમ થઈ ગઈ છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે બહુ જ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે. તે 30 જુલાઈ 2020ના રોજ માતા બની હતી. પ્રેગ્રેન્સી બાદ તે બહુ જ જાડી થઈ ગઈ હતી. પરંતુ હવે ફરીથી તેણે પોતાના પરફેક્ટ ફિગર કર્યું હતું. માતા બન્યા બાદ તેણે પોતાનું વજન કેવી રીતે ઓછું કર્યું તેનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો.

હાર્દિક પંડ્યાએ જાન્યુઆરી 2020માં બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે અચાનક સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતાં. સગાઈના 4 મહિના બાદ 31 મે 2020ના રોજ કપલે લગ્ન ગ્રંથીથી જોડાયું હતું. જુલાઈ 2020માં બન્ને માતા-પિતા બન્યા હતાં. એટલે લગ્ન પહેલા જ નતાશા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.

માતા બન્યા બાદ નતાશાએ બહુ જ વજન ગેન કરી લીધો હતો. પરંતુ બાળકના જન્મ બાદ 18 દિવસ બાદ તે ફરીથી ફીટ થઈ ગઈ હતી. ધીરે-ધીરે તેણે વધેલા વજનને અલવિદા કહી દીધું હતું.

પરંતુ નતાશાને જીમ પસંદ નથી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે જીમ લવર નથી. તે હેવી વેઈટ ટ્રેનિંગ પણ કરતી નથી. પરંતુ વજન ઓછું કરવાની જર્નીમાં તે જીમમાં જઈને એક્સરસાઈઝ કરતી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું કે, મારા માટે એ કહેવું મુશ્કેલ છે પરંતુ જીમ આઈ લાઈક યુ.

નોવી સેન્ડ સર્બિયામાં જન્મેલ નતાશા સ્ટેકોવિચ એક સારી ડાન્સર છે. તેણે ડાન્સ કરીને પણ પોતાનું વજન ઓછું કર્યું હતું. તેની સાથે ઘરે તે યોગા પણ કરતી હતી.

નતાશા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના વેટ લોસ જર્નીમાં ફૂટ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રોટીન યુક્ત સારી ડાયટને ફોલો કરી હતી. આ સિવાય તેણે કહ્યું કે ગુડ જીન્સે પણ ફાયદો કરાવ્યો હતો.

નતાશા ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા અને બાળકો પર પ્રેમ કરતી હોય તેવી તસવીર શેર કરી હતી. તે તસવીરો જોઈને કહી શકાય કે, તેની વચ્ચે સંબંધ બહુ જ ઉંડો છે. નતાશા હાર્દિકને ક્રિકેટના મેદાનમાં પણ ચીયર્સ કરતી જોવા મળે છે. પતિની ઉપલબ્ધિઓથી તે બહુ જ ખુશ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page