Tuesday, April 23, 2024
Google search engine
HomeNational19 વર્ષની પરિણીતાને 67 વર્ષના વૃદ્ધ સાથે મળી ગઈ આંખ, વૃદ્ધે સુરક્ષા...

19 વર્ષની પરિણીતાને 67 વર્ષના વૃદ્ધ સાથે મળી ગઈ આંખ, વૃદ્ધે સુરક્ષા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

જૂની કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે. આવો જ કંઈક એક મામલો સામે આવ્યો છે. જેમાં 19 વર્ષની એક પરિણીત યુવતીને 67 વર્ષના પરિણીત વૃદ્ધ સાથે પ્રેમ થઈ છે.. બંનેએ લગ્ન પણ કરી લીધા છે. હવે આ પ્રેમી યુગલને પોતાના પરિવારથી જીવન ખતરો લાગે છે. એટલે સુરક્ષા માટે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

આ અનોખો મામલો હરિયાણાના પલવલમાં સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધના 7 બાળકો છે અને બધા પરિણીત છે. તેણે 19 વર્ષની પરિણીત યુવતી સાથે લવ મેરેજ કરી લીધા છે. આ મામલો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે વૃદ્ધે યુવતીના પરિવારજનોથી જીવન ખતરો હોવાનું જાણાવી પોલીસ સુરક્ષાની માંગ કરી છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પણ વાત સાંભળી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને હરિયાણા પોલીસને આ કપલને સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો. સાથે એવું પણ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરે કે બન્નેના લગ્ન કઈ પરિસ્થિતિમાં થયા છે.

સપ્તાહમાં તપાસ પૂરી કરવાનો આદેશ: હાઈકોર્ટે મામલાની ગંભીરતા જોતા પલવલના એસપીને આદેશ જારી કર્યો કે એક ટીમની રચના કરો, જેમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ હોય. આ યુવતીને સુરક્ષા ઉલપબ્ધ કરાવો. તેમજ આ મામલાની ઉંડી તપાસ કરાવો કે પુરુષના આ કેટલામાં લગ્ન છે. પુરુષના ઇતિહાસની પણ તપાસ કરવામાં આવે. હાઈકોર્ટે એસપીને એક સપ્તહાની અંદર આ આખી તપાસ કરવાનો આદેશ કર્યો હતો.

વૃદ્ધ 7 બાળકોનો પિતા અને બધા સંતાનો પરિણીત: ડીએસપી રતનદીપ બાલીએ જણાવ્યું હતું કે લવ મેરેજ કરનાર વૃદ્ધ અને યુવતી પહેલાથી પરિણીત છે. વૃદ્ધને સાત બાળકો છે, જે તમામ પરિણતી છે. તેમના પત્નીનું ચાર વર્ષ પહેલાં નિધન થયું હતું. જ્યારે લગ્ન કરનાર યુવતી પણ પહેલાથી પરિણીત છે અને તેને કોઈ બાળક નથી.

જમીન વિવાદને કારણે બંને નજીક આવ્યા: ડીસીપીએ જણાવ્યુ હતું કે યુવતીના પરિવારજનોને ગામમાં જમીન વિવાદ હતો અને લવ મેરેજ કરનાર વૃદ્ધ વ્યક્તિ તેને મદદ કરવા જતો તો. આ દરમિયાન બંને (વૃદ્ધ અને યુવતી) વચ્ચે સંપર્ક થયો અને વાત લવ મેરેજ સુધી પહોંચી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page