Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodTVની આ અભિનેત્રીએ પુત્રી સાથેની સેલ્ફી કરી શેર, જુઓ આ રહી તસવીરો

TVની આ અભિનેત્રીએ પુત્રી સાથેની સેલ્ફી કરી શેર, જુઓ આ રહી તસવીરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાબેનનો રોલ ભજવીને લોકપ્રિયતા મેળવનાર દિશા વાકાણી આજકાલ ચર્ચામાં છે. નવ વર્ષ સુધી દયાબેનનું પાત્ર ભજવ્યા બાદ દિશાએ મેટરનિટી લીવ લીધી હતી. ત્યાર બાદ તે શૂટિંગ પર હાજર જ થઈ નથી. છેલ્લા એક વર્ષથી તે શોમાં ક્યારે પાછી ફરશે તેની અટકળો ચાલી રહી હત જોકે હવે તે સીરિયલમાં પાછી આવવાની નથી.

છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે દિશા શોમાં પાછી ફરવાની નથી. આ ચર્ચા વચ્ચે દિશા વાકાણીએ એક સેલ્ફી તસવીર શેર કરી હતી. આ સેલ્ફીમાં દિશા બહુ જ અલગ લાગી રહી છે. તેને દયાબેનના રૂપમાં જોવા ટેવાયેલા દર્શકોને તો આ સેલ્ફી જોઈને ઝાટકો જ લાગશે. દિશા આ ફોટામાં બહુ અલગ જ લાગે છે.

દિશાએ તેની દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે જૂના જૂના ફોટોઝ પોસ્ટ કરી જૂની યાદો વાગોળતી રહેતી હોય છે. આ વખતે તેણે પોતાનો લેટેસ્ટ ફોટો દીકરી સાથે મૂક્યો છે.

તાજેતરમાં જ તારક મહેતા સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે હવે દિશા માટે વધારે રાહ જોશે નહીં. તેમણે દિશાને વિચારવા માટે પૂરતો સમય આપી દીધો છે. પરંતુ દિશા આવવા માંગતી હોય એવું લાગતું નથી. તેની પ્રાથમિકતા તેની દીકરી હોય એવું લાગી રહ્યું છે. આથી દિશાના ચાહકો હતાશ થઈ ગયા છે. તેઅત્યારે દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે. થોડા નામ પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page