Friday, April 19, 2024
Google search engine
HomeNationalઈયરફોન યુઝ કરતાં હોવ તો સાવધાન: ઈયરફોન જોરદાર અવાજ સાથે ફાટતાં યુવકનું...

ઈયરફોન યુઝ કરતાં હોવ તો સાવધાન: ઈયરફોન જોરદાર અવાજ સાથે ફાટતાં યુવકનું દર્દનાક મોત

એક અજીબ અને શોકિંગ મામલો સામે આવ્યો છે. ઈયરફોન ફાટવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. યુવક કમ્પ્યુટરમાં ઈયરફોન લાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક જોરદાર અવાજ સાથે ઈયરફોન ફાટ્યું હતું અને એ સાથે જ યુવકના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે હોસ્પિટલના ડૉક્ટર ડૉ. એલ એલ રૂંડલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૃત્યુ કાર્ડિયક અરેસ્ટ (હાર્ટ અટેક)ના કારણે થયું છે. તેમણે જણાવ્યું હતું ઈયરફોન ફાટવાથી થયેલા જોરરાદ અવાજના કારણે યુવકને અટેક આવ્યો હશે અને તેણે દમ તોડી દીધો હતો.

રાજસ્થાનના જયપુરના સીકર હાઈ-વે પર ઉદયપુરિયા ગામમાં રહેતા 28 વર્ષના રાકેશ નાગરના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થયા હતા. તે અભ્યાસ માટે મોટાભાગે કમ્પ્યુટરનો યુઝ કરતો હતો. શુક્રવાર બપોરે તે ખેતરમાં બનેલામાં પોતાના ઘરમાં કમ્પ્યુટરમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. આ દરમિયાન ઈયરફોનું સ્પીકર ફાટી ગયું હતું અને રાકેશ નાગરના નામના આ યુવાનનું મોત થયું હતું. પરિવારજનોનું કહેવું છે કે રાકેશ ગીતો નહોતો સાંભળી રહ્યો પણ ઈયરફોન લગાવીને અભ્યાસ કરતો હતો.

ઘટના સમયે પરિવારજનો ખેતરમાં હતા: મીડિયા અહેવાલ મુજબ બનાવ વખતે રાકેશ નગાર પોતાના રૂમમાં એકલો હતો. માતા-બહેન અને પરિવારના અન્ય સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. જોરદાર અવાજ સાંભળીને બધા દોડી આવ્યા હતા. ઘટના પછી પરિવારજનો રાકેશ લઈને વિનાયક હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં પહોંચતા પહેલાં જ યુવકે દમ તોડી દીધો હતો. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યું નહોતું, એટલા માટે પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી.

જૂનું છે કમ્પ્યુટર: રાકેશ નાગર જે ઈયરફોન અને કમ્પ્યુટરનું યુઝ કરતો તો તે ખૂબ જૂના હતા. ઈયરફોન લોકલ કંપનીનું હતું. જ્યારે કમ્પ્યુટર કઈ કંપનીનું હતું તેની જાણકારી હળી શકી નથી. બીજી તરફ ડૉક્ટરોનું કહેવું છે કે ઈયરફોન ફાટવાથી થયેલા જોરદાર અવાજના કારણે યુવકને હાર્ટ-અટેક આવ્યો હશે અને તેને જીવ ગયો હશે. નોંધનીય છે કે આ પહેલાં જૂન 2021માં બ્લૂટુથ ઈયરફોન ફાટવાથી હરિદ્વારમાં કુંભ મેળામાં વરિષ્ઠ લેખક સંજય શર્માનું મોત થયું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page