Friday, April 19, 2024
Google search engine
HomeNationalરતન ટાટાએ કોની સાથે મનાવ્યો હતો બર્થડે, આખરે કોણ છે આ છોકરો?

રતન ટાટાએ કોની સાથે મનાવ્યો હતો બર્થડે, આખરે કોણ છે આ છોકરો?

રતન ટાટા દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિમાંથી એક છે. લોકો સૌથી વધુ તેમની રિસ્પેક્ટ કરે છે અને તેમને પોતાના આદર્શ માને છે તેનું કારણ એક જ છે તેમની સાદગી. ગત મંગળવાર 28 ડિસેમ્બરે એક યુવક સાથે તેમણે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તે એક ખુરશી પર બેઠા હતાં અને સામે ટેબલ પર એક નાના કપમાં કેક કટિંગ કરતાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન એક છોકરો રતન ટાટા પાસે આવીને ઊભો રહે છે અને તેમના ખભા પર હાથ મૂકે છે. આ પછી તે બેસી જાય છે અને રતન ટાટા પોતાના હાથે કપમાંથી એક ટૂકડો તેને ખવડાવે છે.

કોણ છે આ છોકરો?
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો પૂછવા લાગ્યા કે, આ છોકરો છે કોણ?. તો અમે તમને જણાવીએ કે, જે છોકરો રતન ટાટા સાથે જોવા મળ્યો છે તેનું નામ શાંતનુ નાયડૂ છે. જે તેમનો એક અંગત સચિવ છે. આવું ખૂબ જ ઓછું જોવા મળે છે કે, 85 વર્ષીય કોઈ બિઝનેસમેન કોઈ યુવાને પોતાનો અંગત સચિવ પસંદ કરે, પણ રતન ટાટાએ એવું કર્યું અને 28 વર્ષના શાંતનુને તક આપી છે.

રતન ટાટા સાથે ઘણી પેઢી કામ કરી ચૂકી છે.
એક રિપોર્ટ મુજબ, શાંતનુંના પરિવારની પાંચમી પેઢી છે જે ટાટા ગ્રુપ સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે યૂનિવર્સિટી ઓફ પુણેથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે જૂનિયર ડિઝાઈનર એન્જિનિયર તરીકે Tata Elxsi જોઈન કરી હતી. શાંતનુંની કહાની ફેસબુક પેજ હ્યૂમન્સ ઓફ બોમ્બેએ પણ શેર કરી હતી.

વર્ષ 2014માં બદલાઈ ગઈ તેમની લાઇફ
તેમણે જણાવ્યું કે, વર્ષ 2014માં તેમની લાઇફ બદલાઈ ગઈ હતી. તેમણે એક કૂતરાને રોડ એક્સિડન્ટમાં મરતો જોયો હતો. જેને લીધે તે ખૂબ જ હેરાન થયો હતો અને તેમણે ડૉગ્સને બચાવવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.

ડૉગ્સના જીવ બચી શકે
શાંતનુએ રોડ દુર્ઘટનામાં મરી ગયેલાં કૂતરાને બચાવવા અંગે વિચારવાનું શરૂ કર્યું હતું. તેમણે એખ ગળા પર કોલર બનાવવાનો આઇડિયા આવ્યો. એક એવું કોલર જે ચમકદાર હોવાને લીધે વાહન ચાલકને દૂરથી જ જઈ લે અને મૂંગા પશુનો જીવ બચી જાય. આ માટે તેમણે Motopaws નામની એક કંપનીનું સંગઠન બનાવ્યું. સૌથી પહેલાં તેમણે 500 કોલર બનાવ્યા અને મૂંગા પશુને પહેરાવ્યા. આ કામ એટલું સરળ નહોતું. આ માટે તેણે રૂપિયા અને લોકોની જરૂર પણ હતી. પણ શાંતનું બઘું મેનેજ કરી રહ્યા હતાં.

રતન ટાટા સાથે થઈ મુલાકાત
જે લોકો રતન ટાટા વિશે થોડું ઘણું જાણે છે તે આ વાત જરૂર કહેશે કે, તેમને ડૉગ્સ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. ટાટા કંપનીના ન્યૂઝલેટરમાં શાંતનુંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રતન ટાટાએ પણ વખાણ્યો છે. જેના લીધે બંનેની મુલાકાત થઈ હતી. શાંતનુંએ પોતાની ટીમના બીજા લોકોને પણ મળાવ્યા અને મૂંગા પશુની રક્ષા કરવા માટે તેમનું ઘ્યાન રાખીને કામ કરતાં હતાં. રતન ટાટાએ દરેક સાથે મુલાકાત કરી હતી.

ભણવા માટે અમેરિકા ગયો હતો.
આ પછી શાંતનું વઘુ ભણવા માટે અમેરિકા જતો રહ્યો હતો. પણ રતન ટાટા અને તેમની મેઇલ પર વાત થતી રહેતી હતી. ત્યાં સુધી કે તેમની ફ્રેન્ડશિપ એટલી વધુ થઈ ગઈ કે, શાંતનુની ગ્રેજ્યુએશન સેરેમનીમાં રતન ટાટા ખુદ સામેલ થયાં હતાં. ત્યાંથી પાછા આવ્યા પછઈ તેને રતન ટાટા સાથે કામ કરવાની તક પણ મળી હતી. આ શાંતનુની મહેનત છે જેને લીધે તે રતન ટાટા સાથે જોડાઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

તેમના પર એક પુસ્તક પણ લખ્યું છે
શાંતનુએ પોતાના અને રતન ટાટાની ફ્રેન્ડશિપના કિસ્સા અંગે એક પુસ્તક પણ લખ્યું છે. જેનું નામ I Came upon a Lighthouse છે. તેણે જણાવ્યું કે, આ પુસ્તક લખવા માટે તેની માએ જણાવ્યું હતું. શાંતનુ રતન ટાટાને નવો બિઝનેસ આઇડિયા પણ આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page