Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightસનથ જયસૂર્યાનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત? શું છે આ વાઈરલ સમાચાર પાછળનું...

સનથ જયસૂર્યાનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત? શું છે આ વાઈરલ સમાચાર પાછળનું સત્ય?

નવી દિલ્હી: સોમવાર સવારે શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યાના મોતના સમાચાર આગની જેમ ફલાઈ ગયા હતા. થોડા સમય પછી ટીમ ઈન્ડિયાના સ્પિનર અશ્વિને પણ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે શું સનથ જયસૂર્યા સાથે જોડાયેલા સમાચાર સાચા કે નહીં. સોશ્યિલ મીડિયામાં એવા સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે સનથ જયસૂર્યાનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જોકે હવે ખુદ જયસૂર્યાએ સામે આવીને આ સમાચારનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે આ ફેક ન્યૂઝ છે

વર્ષ 1996મા શ્રીલંકાને વર્લ્ડકપનો ખિતાબ અપાવવામાં મોટી ભૂમિકા નિભાવનારા સ્ફોટક ડાબોડી બેટ્સમેન સનથ જયસૂર્યા વિશે વાઈરલ થઈ રહેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે કેનેડાના ટોરેન્ટોમાં સનથ જયસૂર્યાને કાર અકસ્માતમાં નડ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. બાદમાં અશ્વિન અને જયસૂર્યાની બાયોગ્રાફી લખનારા લેખક ચંદ્રેશ નારાયણે પણ આ સમાચારને ફેક ગણાવ્યા હતા.

બીજી તરફ આ સમાચારને ખુદ જયસૂર્યાએ ફેક ગણાવ્યા હતા. જયસૂર્યાએ કહ્યું, “મારા વિશે ફેલાયા ખોટાં સમાચારનું ખંડન કરો અને હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને કેનેડા ગયો નથી. મહેરબાની કરીને ખોટા સમાચાર શેર ન કરો.” નોંધનીય છે કે જયસૂર્યા પર આઈસીસીએ બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ દરમિયાન તે કોઈ પણ પ્રકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો હિસ્સો બની શકે નહીં.

સનથ જયસૂર્યાએ 1989માં વન-ડે ડેબ્યૂ કર્યું હતું. તે 1989થી 2011 સુધી અંદાજે 22 વર્ષ ક્રિકેટ રમ્યો હતો. આ દરમિયાન તેણે વન-ડેમાં 13430 રન બનાવ્યા, જેમાં 28 સદી અને 68 અડદી સદી સામેલ છે. આ ઉપરાંત 110 ટેસ્ટમાં તેણે 6973 રન બનાવ્યા હતા. બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ જયસૂર્યાએ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સદી વધુ વિકેટ ઝડપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page