Saturday, April 20, 2024
Google search engine
HomeNationalઅંબાણી પરિવારના લાડલાએ દેશની સૌથી મોંઘી કારમાંથી મારી હતી એન્ટ્રી, જાણો કિંમત...

અંબાણી પરિવારના લાડલાએ દેશની સૌથી મોંઘી કારમાંથી મારી હતી એન્ટ્રી, જાણો કિંમત અને ફીચર્સ

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના અને લાડલા દીકરા અનંત અંબાણીએ હાલમાં રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. રાજસ્થાનના શ્રીનાથજી મંદિર, નાથદ્વારામાં સગાઈ કરીને આ કપલ રાત્રે મુંબઈ પરત ફર્યું હતું. આ વખતે ભાવિ કપલની સાથે સાથે કારે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સગાઈ કરીને મુંબઈ એરપોર્ટ પરથી એન્ટિલિયા સુધી અંબાણી પરિવાર જે કારમાં બેસીને આવ્યો હતો એ કોઈ સામાન્ય કાર નહોતી. આ દેશની સૌથી મોંઘામાં મોંઘી કાર હતી. આ કાર મુકેશ અંબાણીએ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ખરીદી હતી.

દેશની મોંઘામાં મોંઘી આ કાર મોટોભાઈ આકાશ અંબાણી ચલાવી રહ્યો હતો. જયારે તેની બાજુની સીટમાં નાનોભાઈ અનંત અંબાણી બેઠો હતો. જ્યારે પાછળની સીટમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ બેઠી હતી. રાધિકાના ખોળામાં આકાશ અંબાણીનો દીકરો પૃથ્વી પણ હતો.કાર જેવી એન્ટિલિયા પાસે પહોંચી કે લોકોએ તેના પર ગુલાબની પાંખડીઓનો જબરદસ્ત વરસાદ કર્યો હતો.

મુકેશ અંબાણીએ Rolls Royce Cullinanનું કસ્ટમાઈઝ મોડલ ગયા વર્ષે ખરીદ્યું હતું. જેની કિંમત 13.14 કરોડ રૂપિયા છે. આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, આ કદાચ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે.

આરટીઓનો સુત્રો પ્રમાણે, આ કાર 13 જાન્યુઆરી, 2022માં સાઉથ મુંબઈના તારદેવ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રજિસ્ટર્ડ થઈ હતી. જ્યારે આ કાર ભારતમાં 2018માં લોન્ચ થઈ હતી. ત્યારે તેની કિંમત 6.95 કરોડ રૂપિયા હતી. ઈન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા પ્રમાણે, કંપની આ કારમાં કસ્ટમાઈઝ્ડ મોડિફિકેશનનું ઓપ્શન્સ આપે છે. મુકેશ અંબાણીએ પોતાની કાર માટે થોડા મોડિફિકેશન કરાવ્યા હશે, જેના કારણે તેની કિંમત 13 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલા આ Rolls Royce Cullinan કાર Tuscan Sun કલરની છે. આમાં 12 સિલેન્ડર છે અને તેનું વજન 2.5 ટનથી વધારે છે.

કંપનીએ પોતાના ચેરમેનની નવી કાર માટે વીઆઈપી નંબર પર 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કંપનીને એવો નંબર જોઈતો હતો જેના લાસ્ટમાં 001 હોય. આમ તો વીઆઈપી નંબર માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ તે વખતે કોઈ પણ સીરિઝમાં 001 વાળો નંબર ઉપલબ્ધ નહતો. અંબાણી માટે આરટીઓને નવી સીરિઝ બનાવવી પડી હતી. આ કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 3 ઘણાં પૈસા ચૂકવવા પડ્યાં હતા.

Rolls Royce Cullinan કાર માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 20 લાખ રૂપિયાનો ટેક્સ પણ ચૂકવ્યો હતો. આ સિવાય રોડ સેફ્ટી માટે પણ 40 હજાર રૂપિયા અલગથી ચૂકવ્યા હતાં. આ રોલ્સ રોય્સની એવી હેચબેક કાર છે જે ખરાબ રસ્તા પર પણ સટાસટ જાય છે. અંબાણીની ગેરેજમાં આ Rolls Royce Cullinan મોડલની ત્રીજી કાર છે.

મુકેશ અંબાણીની પાસે પહેલાથી ઘણી લક્ઝરી કારનો કાફલો છે. આ કાર માટે તેમણે ખાસ ગેરેજ બનાવ્યું છે. જેનું નામ જીઓ ગેરેજ આપ્યું છે. આ ગેરેજમાં Land Rover Defender 110, Lexus LX570, Bentley Bentayga W12, Bentley Bentayga V8, Rolls Royce Cullinan, Land Rover Range Rover, Lamborghini Urus, Mercedes-Benz AMG G63, Land Rover Discovery જેવી લક્ઝરી કાર પહેલાથી પાર્ક છે. આ સિવાય તેમની પાસે ટેસ્લાની 2 કાર્સ પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page